________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૭૨
વિવેક વિલાસ.
બાબતમાં એવો નિયમ છે કે મીન અથવા ધન રાશીમાં ચંદ્ર હોય તે દ્વિતીયા (બીજ) કુંભ અથવા વૃષભ રાશિમાં હોય તે ચતુથી (થ) કર્ક અથવા મેષ રાશીમાં હોય તો ષષ્ઠી (છઠ) કન્યા અથવા મિથુન રાશીમાં હોય તે અષ્ટમી (આઠમ) સિંહ અથવા વૃશ્ચિક રાશીમાં હોય તે દશમી (દશમ) અને મકર અથવા તુલા રાશી હોય તે દ્વાદશી (બારસ) દગ્ધ થાય છે. નક્ષત્રના સંબંધમાં એ નિયમ છે કે મૂળ અલેષા, મઘા, પૂર્વ ફાગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, ભરણી, અશ્વિની, કૃત્તિકા, આદ્ર, વિશાખા અને રોહીણી એમાં કઈપણ નક્ષત્રને વિષે જેને સર્પદંશ થાય તેનું મરણ નીપજે. વળી એમ પણ કહેવામાં આવ્યું છે કે અત્ય, આગ્નેય અને દક્ષિણ એ ત્રણ દિશા મુકીને બીજી કોઈપણ દિશાથી આવેલા સર્પાદિક જેને દંશ કરે તે માણસ જીવે એમાં સંશય નથી.
શિષ્યસર્પ દંશના આકાર–પ્રકાર ઉપરથી દરદીનું ભવિષ્ય સમજી શકાય ?
સૂર–જેમાંથી પાણી અને લેહીજૂદું જુદું કરતું હોય એવા ચારદંશ (ડંખ) સાથે થયા હોય તો તે, એકજ દંશ જે સેજાવાળા, જલના ભમરા રાખો અને ઝીણો, કાગડાનાં પગ સરખા આકાર વાળે, લેહીથી ઝરતા અને ખાડા વાળો હોય તે તે, ત્રણ રેખાવાળ કાળા અને સુકાયેલ હોય તે તે અવશ્ય પ્રાણ નાશ કરે. તેથી ઉલટું જે દંશ કીડીના ચટકા જેવો વિંધ્યા જે અને બળતરા તથા ખરજ ઉપજાવનારો ન હોય તો તે ઝેર વિનાને સમજો.
For Private And Personal