________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
૧૯૯
છે. હું અનતાં સુધી તે ઉપદેશનું મારા જીવનમાં અક્ષરશ: પાલન કરીશ.
સૂરિ—તથાસ્તુ ! શુદ્ધ મનવાળા મનુષ્યો જે આ શાસ્ત્રીય આચારવિચારને દ્રઢપણે વળગી રહે તે ધર્મ, અર્થ અને કામની–ત્રણે પુરૂષાર્થની સિદ્ધિ થાય, એટલું જ નહીં પણ તે ત્રણે પુરૂષાર્થ મિત્ર જેવા બની રહે એ નિસ ંશય છે. ધર્મ એ સઘળા પુરૂષાર્થોમાં મુખ્ય ભાગ ભજવે છે, તેના વિના ખાકીના ત્રણ પુરૂષાર્થા વસ્તુત: પુરૂષાર્થના અભિધાનને જ ચેાગ્ય નથી રહેતા. જીવનને ધર્મ મય બનાવવાના યથાશક્તિ પ્રયત્ન કરજો, હું તમારી સાથે જે દીક્ષ ખેાલીને વાત કરૂ છું તેના દુરૂપયોગ કે ખાટા અર્થ ઉઠાવશેા નહીં, આપણી વાતેામાં કેટલીક વાતા એવી પણ હેાય છે કે જે અજ્ઞાન અને અધિકારી મનુષ્યને માટે શસ્ત્ર જેવી થઇ પડે, તેના ઉપયાગ બહુજ વિવેકથી અને બુદ્ધિમત્તાથી કરવાના છે એ લક્ષમાં રાખજો.
શિષ્ય-કઇ કઇ ઋતુમાં મનુષ્યે ખાસ કરીને કેવી રીતે વર્તવું જોઇએ એ વિષે વિવેચન કરવાનું અગાઉ આપે કબલ્યુ હતું.
સૂરિ–મને તે સ્મરણુમાં જ છે. શરીર અને મનના સુખશ્રેય અર્થે કાળના ખળાને સમજી લેવા એ અત્યાવશ્યક છે. સર્વ ઠેકાણે કાળનું માહાત્મ્ય પેાતાનું જમરૂ બળ ધરાવે છે. એટલા માટે ઋતુને ઉચિત થાય તેવી રીતે આહાર વિહાર કરવાથી રાગાદિ કલેશા હેરાન કરતા નથી.
શિષ્ય-આપણે વસન્ત ઋતુથી જ પ્રારંભ કરીએ. સૂરિ–વસન્તને ઋતુરાજ કહેવામાં આવે છે. આ ઋતુમાં
For Private And Personal