________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૮૦
વિવેક વિલાસ.
ઉપદેશ કરવામાં આવ્યો છે તે સ્ત્રી-પુરૂષ ઉભયને જેવો કલ્યાણ કર્તા છે તે જ સંતતી ને પણ ઉપકારક થઈ પડે છે. પ્રાતઃ સંધ્યા અને સાયંસંધ્યા સમયે પણ સંભેગને નિષેધ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સંક્રાતિકાળ, ગાયે છૂટવાની વેળા, અધીરાત અને બપોરપણ ઉક્ત કાર્યને માટે નિષિદ્ધ માનવામાં આવ્યા છે.
- શિષ્ય-સમય–અસમયને ખ્યાલ કર્યા વિના જે પ્રજા ઉત્પન્ન કરવામાં આવે તે અલ્પ આયુષવાળી અને નિર્બળ જ બને. એ ઘટના આ જમાનામાં પ્રત્યક્ષ જોવામાં આવે છે. હવે પુત્ર-પુત્રી ની ઉત્પત્તિમાં કયા ક્યા નિયમો લાગુ પડે છે તે જાણવું જોઈએ.
સૂરિ–પરંતુ તે પહેલાં એટલું યાદ રાખો કે ઉપરના નિયમોના પાલન પૂર્વક રાત્રીના દસ વાગ્યા પછી દંપતિના સંમેલનથી જે પ્રજા થાય છે તે ખરેખર ઉત્તમનીવડે છે. વિના ઈચ્છાએ સ્ત્રી–સમાગમ કરનાર વિવિધ રંગને આમંત્રણ આપે છે, એટલું જ નહીં પણ સંતાન પણ રેગી, દુર્બળ અને અપાયુષી પેદા થાય છે. આપણે સ્ત્રી-પુરૂષની રૂચી–પ્રીતિનો વિષય અગાઉ ચચી ગયા છીએ. સંતાનોત્પત્તિમાં રૂચી કિવા પ્રીતિ પણ અગત્યનો ભાગ ભજવે છે. જે સ્ત્રીની રૂચી પુરૂષ ઉપર ન હોય કિવા પુરૂષની રૂચી સ્ત્રી પ્રત્યે ન હોય તે પુત્રોત્પત્તિ કરવા યોગ્ય કામવૃત્તિ જાગતી નથી અને તેથી ગર્ભ બંધાતું નથી, ફિવા બંધાય તે તે સર્વાંગ સંપૂર્ણ હોતા નથી. સ્ત્રી-પુરૂષ ઉભય જે પરસ્પરમાં આસક્તિવાળા અને પ્રીતિ પૂર્ણ હોય તે તેમનાથી જે સંતાન થાય તે ઉત્તમ જ નીવડે.
For Private And Personal