________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૬
વિવેક વલાસ. એ વાત તમે ભૂલી નહીં ગયા છે. હવે, જેઓ ગૃહસ્થાવસ્થામાં રહેવા છતાં લૈકિક અને પારલેકિક કર્તવ્ય કર્મમાં દિન-રાત મશગુલ રહ્યા કરતા હોય, જેમની ચિત્તવૃત્તિ પોતાની ઐહિક ઉન્નતી સાથે ધર્મ અને રાષ્ટ્રના હિતસાધનમાં પણ પ્રવર્યા કરતી હેય તેમના મનમાં અકસ્માત વિકારની જાગૃતી કેવી રીતે થઈ શકે ? વિલાસના દ્રવ્યો અને ગંગાર યુક્ત વચનની તે સ્થળે આવશ્યક્તા પ્રતીત થાય છે.
શિષ્ય–આ બધી કલ્પનાઓ આપે ઉપજાવી કહાડી હોય તેમ જણાય છે. સંસારમાં રહેવું અને વળી અવિકારી ૨હેવું એ તે બને જ કેમ?
સૂરિ–ખરેખર કાળ ધર્મની પણ બલિહારી છે! આજે જે વાત તમને કાલ્પનિક અને અસંભવિત જેવી જણાય છે તેજ વાત આ પવિત્ર આર્યાવર્તમાં એક કાળે સર્વ સ્થળે પ્રચલિત અને સ્વાભાવિક હતી આજ પુરાતન ધર્મભૂમિમાં એક કાળે ગૃહસ્થ પણ સંયમીના જેટલું જ ત્યાગ-સંયમ બળ દર્શાવતા હતા. અને એનાજ પરિણામે મહાન મહારથીઓ અને કર્મવીરેના પરાક્રમો જોઈ દેવો પણ ચકિત થઈ જતા હુતા ભારત વર્ષને પ્રાચીન ઈતિહાસ સૂક્ષ્મતાથી અવલેશે તે તમને ખાત્રી થશે કે સંયમી માત-પિતાના સંતાનો વડે આ ભૂમિ એક કાળે ઉભરાતી હતી, જગની સર્વ સંપત્તિ તેના ચરણેમાં આળોટતી હતી; પરન્તુ એ કાળ જ્યારે પસાર થઈ ગયો છે ત્યારે તેનું અધિક માહાસ્ય ગાવામાં કંઈ લાભ નથી. કાલધર્મ પલટે ખાશે અને ધર્મના યથાર્થ તત્વે સમાજને સમજવામાં આવશે
For Private And Personal