________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૪૦
વિવેક વિલાસ. જીક વ્યવહારની વિશુદ્ધિ પ્રત્યેજ લક્ષ આપવામાં આવ્યું છે. એ માન્યતા ભ્રાંતિમૂલક છે તે ઉપરાંત કેઈ એક મહાન ઉદ્દેશ પણ હોવો જોઈએ, એ વાત આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ. અશરણ, અબળ અને દીન-દરિદ્ર ઉપર જે અત્યાચાર કરવામાં આવે છે તે અત્યાચારથી જેટલું તે અબળ અને દરિદ્રનું બુરું નથી થતું તેથી સહસ્ત્રગણું બુરું સબળ અત્યાચારીનું થાય છે. આ એક એવે આધ્યાત્મિક સિદ્ધાંત છે કે જેનું સ્વપ્ન પણ અત્યારના જડવાદને માટે અશક્ય છે.
શિષ્ય—એ સિદ્ધાંત સમજવા જેટલું સામર્થ્ય મારામાં નથી; એ હું કબૂલ કરું છું. છતાં જે એ સબંધી ભૂમિકા રૂપે બે શબ્દો કહેશો તો મહાપકાર થશે.
સૂર–ઉત્તમ પુરૂએ સાધ્વી, યોગીની અને શરણાગત નેરીને પૂજ્ય માની તેના શીલનું સંરક્ષણ કરવું જોઈએ; એ આપણે ચાલુ ચર્ચાનો વિષય હતે. કલ્પના કરે કે કેટલાક અણધાર્યા સંગે વચ્ચે કિંવા અકસમાતને લીધે એક કન્યા, સાધ્વી અથવા
ગિનીના ભયથી કંપતી અને આશ્રયને માટે યાચના કરતી તમારી નિર્જન કુટીર પાસે આવી ચડે છે. તમે તેને આ પ્રસંગે જે આશ્રય ન આપો, તેને પૂજ્ય કિંવા આશ્રય ગ્ય માની સહાય ન આપે, એટલું જ નહીં બલ્ક તેને નિરાધાર મા અત્યાચાર કરવા તત્પર થાઓ, તે તેજ વખતે તમે તમારું મનુષ્યત્વ ગુમાવી બેસે છે. તેમાં પણ અત્યાચાર કરનાર મનુષ્ય જ્યારે એમ સમજતો હોય છે કે અત્યારે મારા જુલમની સામે કોઈ આંગળી પણ ચીંધી શકે તેમ નથી ત્યારે એ અત્યાચારની ભયં
For Private And Personal