________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
રષાયને. સુંઠ, એ સર્વ સરખા ભાગે, તથા વછનાગ અડધો ભાગ નાખી આદાના રસમાં બે દિવસ ખલ કરે, એ માત્રા બે ચણોઠી ભાર આદાના રસમાં આપવી, એટલે મહેર નવવર તથા સંગ્રહણી મટે છે.
મૃતસંજીવન રસ–તામ્ર ૪ ભાગ, નેપાળ ૩ ભાગ, ટંકણ ૨ ભાગ, વચ્છ નાગ એ સર્વની સુક્ષમ કજલી કરી મુકવી, તેમાંથી બે માસા માત્રા આદાના રસમા અથવા ત્રીક, અને સીંધાલેણ એની સાથે આપવી, કપુર અને ચંદન એ શરીરે ચોપડવાં, પથ્થ છાશભાત, મિથુન કરવું નહી. શન્નિપાત જવર, વિશામ જવર, આમવાત, વાતશુળ, ગુલ્મ, પીહા, જદર, સીત પૂર્વ, દહપૂર્વ, વીશમ જવર, તથા અગ્નિમંદ, ઈત્યાદી રેગો ઉપર એ માત્રા જવી,
ભસ્મરવર-અડાયા છાણની ભસ્મ તેલા ૪, મરી માસા ૯ વછનાગ માસા ૩એનું એખ ચુર્ણ કરી મૂકવું. તેમાંથી પાચ ચણાઠી ભાર આદાના રસમાં આપવું, એટલે સન્નિપાત જ્વરને નાશ થાય છે,
સંજ્ઞા પ્રબંધ પ્રધમન-વજ, લસણ, કડ, સીંધાલુણ, ભેરીંગણી, રૂ. દ્રાક્ષ, મીણ સમુદ્રફલ એ ઓસડો સરખે ભાગે લઈ આકડાના દૂધમાં ભાવના આપવી, પછી મેરના પીત્તની ત્રણ ભાવનાઓ આપી ચુર્ણ કરવું. શન્નિપાત, કફ વૃથ્વી, વાયુ, અપસ્મર, હલીમક, માથાને રેગા, કાનને રેગ, એ ઉપર એ ચુર્ણ નસકોરીમાં મુકવું. એટલે સાવધ થાય છે.
- ત્રિભુવન કીર્તી રસ-હીંગળે, વછનાગ, સુંઠ, મરી, પીપર, ટંકણખાર, પીપરી મુળ, એ સર્વનું સરખા ભાગે ચુર્ણ એકઠું કરી તેને તુલસીનો રસ, ધંતુરાનો રસ, એ ત્રણ ભાવનાઓ આપી. એક ચણોઠી જેવડો ગળી કરી આ દાના રસમાં આપવી, એટલે અનેક પ્રકારના વર તથા ૧ર શનિપાતને દુર કરે છે.
સંધીગ સન્નિપાતારી રસ-પારો ૧ ભાગ, ગંધક ૨ ભાગ એની કજલી અભ્રક ભસ્મ ૧ ભાંગ, મરી ૧ ભાગ, જવખાર ૧ ભાગ, સાજીખાર ૧ ભાગ, ટંકણખાર ૧ ભાગ, શાહજીરૂ ૧ ભાગ, ત્રીકટ ૩ ભાગ, ત્રીફલા ૩ ભાગ, સીંધાલુણ ૧ ભાગ એ સર્વ એકઠાં કરી ખલ કરવો, તેને ચીત્રક મુળના ઉકાળાની ભાવના ૧ દિવસ આપી. ૫ ચઠી પ્રમાણે ગોળી કરી, મધ તથા પીપરમા અને થવા ગરમ પાણીના સાથે આપવી.
મૃત સંજીવની રસ--પારે ૧ ભાગ, ગંધક ૨ ભાગ એનીક અભ્રક ભસ્મ ૧ ભાગ, તામ્રભસ્મ ૧ભાગ, વછનાગ ૧ભાગ, હરતાળ ૧ભાગ,કંકુ, ૧ભાગ, મનસીલ ૧ ભાગ, હીંગળ ૧ ભાગચીક ૧ ભાગ, અતીવીખની કળી ૧ ભાગ, ત્રીકટુ ૧ભાગ,
For Private and Personal Use Only