________________
૨૦૨
તત્વાર્થસૂત્રને
જ્ઞાનાવરણ પણ દર્શનાવરણ વગેરે બીજી મૂળ પ્રકૃતિઓમાં સંક્રાન્ત થતું નથી એવી જ રીતે દર્શનાવરણનું કેઈ બીજી મૂળ પ્રકૃતિના રૂપમાં સંક્રમણ થતું નથી કારણ કે તેના બન્ધના કારણ ભિન્ન જાતિના હોય છે.
બન્ધના કારણે આ રીતે છે-જ્ઞાનાવરણના બંધના કારણે નિદ્વવ વગેરે છે, અસાતવેદનીયના બંધના કારણે દુઃખ શોક વગેરે છે જે કે જ્ઞાનાવરણ અને દર્શનાવરણના બન્ધના કારણ સરખાં છે તે પણ હેતુમાં જુદાઈ હોવાથી તેમના પરિણામમાં પણ ભિન્નતા થઈ જાય છે. જ્ઞાનાવરણ કર્મ વિશેષગ્રાહી બોધનો નિરોધ કરે છે. અને દર્શનાવરણ સામાન્ય ઉપગ (દર્શન) ને ઢાંકી દે છે આમ ભિન્ન ભિન્ન બંધના કારણહેવાથી તથા ભિન્ન-ભિન્ન ફળવાળા હોવાથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ ગોત્ર અને અન્તરાય પ્રકૃતિઓનું પરસ્પર–સંક્રમણ થતું નથી.
સંક્રમણ ઉત્તર પ્રવૃતિઓમાં જ થાય છે પરંતુ તેમનામાં પણ કઈ-કઈ જ ઉત્તર–પ્રકૃતિએને કઈ-કઈ ઉત્તર પ્રવૃતિઓમાં જ સંક્રમણ થાય છે, બધાનું બધામાં સંક્રમણ થતું નથી, દા. ત. દર્શનમેહનીય કર્મનું ચારિત્ર મેહનીયના રૂપમાં સંક્રમણ થતું નથી અને ચારિત્ર મેહનીયનું દર્શન મેહનીયના રૂપમાં સંક્રમણ થતું નથી એવી જ રીતે સમ્યક્ત્વ પ્રકૃતિ– સમ્યગુ-મિથ્યાત્વ રૂપથી સંકાન્ત થતી નથી પરંતુ સમ્યગ મિથ્યાત્વ અર્થાત મિશ્રપ્રકૃતિને બન્ધ ન થવા છતાં પણ સમ્યક્ત્વમાં બધી જ સંક્રમણ થાય છે અને એવી જ રીતે સમ્યકત્વ પ્રકૃતિ અને મિશ્રપ્રકૃતિનું મિથ્યાત્વમાં સંક્રમણ થાય છે. આયુષ્ય કર્મની ચાર ઉત્તર-પ્રવૃતિઓનું પરસ્પર સંક્રમણ થતું નથી–નરકાયુ બદલીને તિર્યંચાયુ વગેરેમાં ફેરવી શકાતું નથી એવી જ રીતે કઈ પણ અન્ય આયુષ્ય કે બીજા આયુષ્ય પ્રકૃતિના રૂપમાં પ્રાપ્ત થઈ શકતું નથી.
તાત્પર્ય એ છે કે ઉત્તર પ્રવૃતિઓમાં પણ દર્શનમોહનીય અને ચારિત્ર મોહનીયને સમ્યગ–મિથ્યાત્વવેદનીયન તથા આયુષ્ય કર્મની પ્રકૃતિએનું એકબીજામાં સંક્રમણ થતું નથી કારણ કે તેમના બન્ધના કારણોમાં ભિન્નતા છે એથી તેઓ ભિન્ન જાતીય છે. કહ્યું પણ છે–
આત્મા અમૂર્ત હોવાના કારણે પિતાના અધ્યવસાયની વિશેષતાથી મૂળ પ્રકૃતિઓથી અભિન્ન ઉત્તર પ્રવૃતિઓમાં સંક્રમણ કરે છે અર્થાત એક મૂળ પ્રકૃતિની ઉત્તર મૂળ પ્રકૃતિઓમાં ફેર– બદલે કરી લે છે. આવી જ રીતે ગાઢા બાંધેલા કર્મને અધ્યવસાયની વિશેષતાથી શિથીલ કરી લે છે અને શિથીલ બધેલા કર્મને દઢ પણ કરી લે છે અને જઘન્ય સ્થિતિને ઉત્કૃષ્ટ સ્થિતિના રૂપમાં બદલી શકે છે.
સંક્રમણ, સ્થિતિ અને ઉદીરણા, આ ત્રણેના વિષયમાં ત્રણ છાત રજુ કરીએ છીએ,
સંક્રમણનું દૃષ્ટાંત છે તાંબાને તારના રૂપમાં બદલવા–તાંબુ પ્રયોગ દ્વારા તારના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. સ્થિતિનું ઉદાહરણ છે માટીનું શોષણ અને તેને ભીની કરવી ઉદીરUાનું ઉદાહરણ છે, કેરીને જલદીથી પકાવવી આ ક્રમશઃ ત્રણ ઉદાહરણ છે.
આ પ્રમાણે જ જવ પિતાના પ્રયોગથી અનુભાવમાં પણ સંકમણ કરે છે અર્થાતુ કે કર્મ પ્રકૃતિને તીવ્ર અનુભાવ બધ કર્યો હોય તે અપવર્તનાકરણ દ્વારા તેને મન્દ રૂપમાં બદલી શકાય છે અને બાંધેલા મન્દ અનુભાવને ઉદ્વર્તનાકરણ દ્વારા તીવ્ર અનુભાવમાં બદલી શકાય છે.