________________
૧૯૦
તત્વાર્થસૂત્રને વિહાગતિ અને અપ્રશસ્તવિહાગતિ નામ [૭૧] નામકર્મના બેંતાળીશ ભેદમાંથી અહીં ૨૦ ભેદોનું વર્ણન થયું. બાકીના ૨ ભેદ આ પ્રમાણે છે
- ૨૧ ત્રસ, ૨૨ સ્થાવર ૨૩ સૂક્ષ્મ ૨૪ બાદર ૨૫ પર્યાપ્ત, ૨૬ અપર્યાપ્ત ૨૭ સાધારણશરીર ૨૮ પ્રત્યેક શરીર ૨૯ સ્થિર ૩૦ અસ્થિર ૩૧ શુભ ૩૨ અશુભ ૩૩ સુભગ ૩૪ દુર્ભગ ૩૫ સુસ્વર ૩૬ દુઃસ્વર ૩૭ આદેય ૩૮ અનાદેય ૩૯ યશકીત્તિ ૪૦ અયશકીતિ ૪૧ નિર્માણ અને ૪૨ તીર્થકર નામ કર્મ-દરેકના એક એક જ ભેદ છે આવી રીતે [૭૧+=૯૩] અગાઉ જણાવેલા. એકેતર અને આ બાવીસ બધાં મળીને નામકર્મની બેંતાળીશ પ્રકૃતિના ત્રાણું ભેદ થાય છે.
હવે અત્રે નામકર્મનું સવિસ્તર વર્ણન કરવામાં આવે છે –
જે કર્મ જીવને નરકભવ વગેરેમાં લઈ જાય છે અથવા જે કર્મ જીવપ્રદેશથી સંબદ્ધ પગલદ્રવ્યના વિપાકના સામર્થ્યથી જીવને નમાવે છે તે નામકર્મ કહેવાય છે. “નામ” આ યથાર્થ સંજ્ઞા છે અર્થાત્ જેવું આ કર્મનું નામ છે તેવી જ રીતે તેનો સ્વભાવ પણ છે. જેમ, શુકલ આદિ ગુણેથી યુક્ત દ્રવ્યોમાં-ચિત્રપટ એ વ્યવહાર થાય છે, આ નિયત સંજ્ઞાનું કારણ છે.
ગતિ નામક પિન્ડપ્રકૃતિના ચાર ભેદ છે—નરકગતિ આદિ જે કર્મના ઉદયથી જીવ નારકી કહેવાય છે તે નરકગતિનામકર્મ કહેવાય છે. આ પ્રમાણે બાકીને પણ સમજી લેવા જોઈએ.
જાતિનામક પિન્ડપ્રકૃતિના પાંચ ભેદ છે–એકેન્દ્રિય જાતિનામકર્મ, હિન્દ્રીયજાતિનામકર્મ, તેઈન્દ્રિયજાતિનામકર્મ, ચતુરિન્દ્રિયજાતિનામકર્મ અને પંચેન્દ્રિયજાતિનામકમ, એકેન્દ્રિયજાતિનામકર્મના ઉદયથી જીવ, એકેન્દ્રિય કહેવાય છે અર્થાત એકેન્દ્રિય એવા વ્યવહારનું કારણ એકેન્દ્રિયજાતિનામકર્મ છે. એવી જ રીતે એકેન્દ્રિય જાતિનામકર્મ વગેરેના વિષયમાં પણ જાણવું જોઈએ.
એકેન્દ્રિયજાતિનામકર્મ પણ અનેક પ્રકારના છે–પૃથ્વિકાયિક-એકેન્દ્રિયજાતિનામકર્મ, અપકચિક–એ કેન્દ્રિય જાતિનામકર્મ, તેજસ્કાયિક એકેન્દ્રિય જાતિનામકર્મ, વાયુકાયિક-એકેન્દ્રિય જાતિનામકર્મ, વનસ્પતિકાયિક-એકેન્દ્રિયજાતિનામકર્મ એવી જ રીતે હીન્દ્રિયજાતિનામકમ શંખ અને છીપ વગેરેના ભેદથી ત્રિઈન્દ્રિયજાતિનામકર્મ ઉધઈ કીડી કંથવા વગેરેના ભેદથી ચતુરિન્દ્રિય જાતિનામ ભમરા તથા મધમાખી વગેરેના ભેદથી અને પંચેન્દ્રિય જાતિનામ મનુષ્ય વિગેરે જાતિનામના ભેદથી અનેક પ્રકારના રામજી લેવા જોઈએ.
શરીરનામકર્મના પાંચ ભેદ છે—દારિક શરીરનામકર્મ વૈક્રિયશરીરનામકર્મ, આહારકશરીરનામકર્મ, તેજસશરીરનામકર્મ, કામણશરીરનામકર્મ. - દારિક-અંગોપાંગ, વૈકીય-અંગોપાંગ અને આહારક-અંગોપાંગના ભેદથી ત્રણ પ્રકારના અપાંગનામકમમાંથી પણ દરેકના અનેક ભેદો હોય છે. શિરનામકર્મ, ઉનામકર્મ, પૃષ્ઠનામકર્મ, બાહુનામકર્મ ઉદરનામકર્મ, ચરણનામકર્મ, હસ્તનામકર્મ આ અંગનામકર્મના ભેદ છે. એવી જ રીતે ઉપાંગનામકર્મ પણ અનેક પ્રકારના હોય છે જેમકે--સ્પર્શન ઉપાંગનામકર્મ, રસના ઉપાંગનામકર્મ, ઘાણઉપાંગનામકર્મ, ચક્ષુઉપાંગનામકર્મ શ્રોત્ર-ઉપાંગનામકર્મ ઇત્યાદિ.