________________
૧૬૬
તત્વાર્થસૂત્રને અથવા જેના વડે આત્મા બંધાય-પરાધીન કરાય તે પુદ્ગલનું પરિણમન બંધ કહેવાય છે. રાગદ્વેષ વગેરેથી યુકત આત્મપ્રદેશમાં કાર્મણ-પુદ્ગલેને આલેષ થવ બંધ છે.
જે આત્માને દગતિમાં નાખીને તેનો ઘાત કરે છે તે કષાય છે. આ કષાય શબ્દ “s
” ધાતુથી બન્યો છે. કષાયના ક્રોધ, માન, માયા તથા લાભ એ ચાર મુખ્ય ભેદ છે. હેમકેશ અનુસાર કષાય શબ્દના અનેક અર્થ છે, જેમકે સુરભિ, રસ, રાગ, વસ્તુ, નિર્યાસ, કોદિ તથા વિલેપન.
જીવને અર્થ છે આત્મા જે સ્થિતિ, ઉત્પત્તિ, તથા વ્યય રૂ૫ પરિણામથી યુક્ત છે. તે જીવ કર્તા છે તે કર્તા હોવાથી જ કર્મના બંધ તથા ફળને અનુભવ સંભવીત થઈ શકે છે.
કર્મ શબ્દનો અર્થ છે—જે કરવામાં આવે તે કર્મ કર્મના આઠ ભેદ છે. જ્ઞાનાવરણ દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અન્તરાય,
દારિક વગેરે આઠ પ્રકારની પુદ્ગલની વર્ગણાઓ છે તે પૈકી કામણ વર્ગણાના પુદ્ગલ જ કર્મરૂપમાં પરિણત થવાને યોગ્ય હોય છે. અનન્તાનન્ત પ્રદેશી અને ચાર સ્પર્શ વાળા જ પુદ્ગલ આત્મપ્રદેશમાં ભળી જાય છે જેમ તેલથી ચિકણા શરીર પર રજકણ એંટી જાય તેમ. આને જ બંધ કહેવામાં આવે છે. - મિથ્યાદર્શન આદિના આવેશથી આત્મા તત્ રૂપમાં પરિણત થાય છે આ પરિણમન ક્રિયા જ કર્મોના લાગવાનું કારણ છે તે કિયાને કર્તા આત્મા છે. આત્માની ક્રિયાથી ઉત્પન્ન થનારા કર્મ આઠ પ્રકારના છે. હવે પછી કહેવામાં આવનારા મિથ્યાદર્શન આદિ કર્મબન્ધના સામાન્ય કારણ છે તેમનું મુખ્ય કારણ તે ક્રોધ વગેરે કષાય જ છે આથી જ અત્રે કષાયને ગ્રહણ કરવામાં આવ્યા છે.
કોધન અર્થાત કોપ થવો કે છે અથવા જેને લીધે જીવ ગુસ્સે થઈ જાય તે પ્રાધ કહેવાય છે. આ ક્રોધ અક્ષમારૂપ અર્થાત્ ક્ષમાને વિરોધી છે, સ્વાત્મા અને પરમાત્મા પ્રત્યે અપ્રીતિરૂપ છે અને કેાધ મેહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થનારા જીવનું એક પ્રકારનું પરિણમન છે. તે કૃત્ય અને અકૃત્યના વિવેકને નાશ કરનાર છે, અગ્નિરૂપ હોય છે. * પિતાનાથી અન્યને હત્યે માન માન છે. આ અહંકારરૂપ આત્માની એક પરિણતિ છે.
જેના વડે છેતરાવાય છે અથવા જેના દ્વારા લોકોને નરક વગેરેમાં નાખવામાં આવે છે તે માયા છે અથવા જેમાં સઘળાં અવગુણ આવી જાય છે-સમાઈ જાય છે–તે માયા છે. બીજાને છેતરવા માટે જે અશુદ્ધ પ્રેગ અર્થાત્ છઘ પ્રગ કરવામાં આવે છે તે સઘળી માયા છે.
જેના દ્વારા આત્મા વ્યાકુળ કરાય છે તે લોભ કહેવાય છે તેના બે ભેદ છે-આકાંક્ષા અને કૃદ્ધિ. અપ્રાપ્ત વસ્તુની કામના થવી આકાંક્ષા છે અને પ્રાપ્ત વસ્તુ પરત્વે આસક્તિ થવી તે ગૃદ્ધિ છે. લેભને તૃષ્ણા પિપાસા, અભિવ્યંગ આસ્વાદ ગષ્ય વગેરે પણ કહે છે
ઉપર જણાવેલા ક્રોધ આદિ એક-એક કષાય પણ અનન્ત સંસાર બ્રમણનું કારણ હોય છે. આ ચારે કષાયો અત્યન્ત પાપમય છે, સંસારના કારણ છે, ભવની પ્રાપ્તિના મૂળ કારણ છે, જન્મ-જરા રૂપ સંસાર સ્થિતિના નિદાન છે, પ્રાણીઓ માટે અત્યન્ત કષ્ટજનક છે અને