________________
93
ગુજરાતી અનુવાદ
દેવેને બે વેદ હોવાનું નિરૂપણ સૂ. ૩૮ નપુંસકવેદનો ઉદય થવાથી કેઈ કેઈને સ્ત્રી અને પુરુષ બંનેની ઈચ્છા ઉત્પન્ન થાય છે જેવી રીતે છે વાતાદિ બે ધાતુઓના ઘર્ષણથી માજિત દ્રવ્યની ઈચ્છા થાય છે. કેઈકેઈને પુરુષે પ્રત્યે જ ઈચ્છા જાગ્રત થાય છે. સંકલ્પજનિત વિષઓમાં પણ અનેક પ્રકારની અભિલાષા થાય છે. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે.
પ્રશ્ન–ભગવંત! વેદ કેટલા પ્રકારના કહ્યા છે? ઉત્તર–ગૌતમ, ! ત્રણ પ્રકારનાં-સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ . ૩૭ II 'देवे दुवेए इत्थिवेए पुरिसवेश्य' । મૂળસૂત્રાર્થ–દે બે વેદવાળા જ હોય છે સ્ત્રીવેદવાણા અને પુરુષ વેદવાળા ૩૮ .
તત્વાર્થદીપિકા–-અગાઉ વેદના ત્રણ ભેદ કહ્યાં હુવેના ત્રણ સૂત્રોમાં એ બતાવીશું કે દેવ, નારક, તિયચ, મનુષ્ય, ગર્ભાજ, મૂર્ણિમ અને ઔપપાતિક જીવનમાં કોને કેટલા વેદ હોય છે? સર્વ પ્રથમ દેને વેદનું પ્રતિપાદન કરીએ છીએ
ભવનપતિ, વનવ્યન્તર, જતિષ્ક અને વૈમાનિક આ ચાર પ્રકારનાં દેશમાં બે જ વેદ હોય છે–સ્ત્રીવેદ અને પુરુષવેદ. તાત્પર્ય એ છે કે ચારે નિકાના દેવ નપુંસકવેદી હોતા નથી, માત્ર સ્ત્રીવેદી અને પુરુષવેદી જ હોય છે. ભવનપતિ, વનવ્યન્તર, જતિષ્ક તથા સૌધર્મ અને ઈશાન વિમાનના વૈમાનિકેમાં બંને વેદવાળાની ઉત્પત્તિ થાય છે. જેવી રીતે અસુરકુમાર, અને અસુરકુમારીઓ, નાગકુમાર અને નાગકુમારીઓ વગેરે પ્રકારથી અસુરકુમારથી લઈને ઈશાન દેવલેક સુધી કઈ-કઈ પુરુષવેદી દેવ હોય છે અને સ્ત્રીવેદવાળી દેવીઓ હોય છે. તેમનામાં શુભગતિ નામકર્મના ઉદયથી નિરતિશય સુખવિશેષ રૂપે પુરુષ અને સ્ત્રીવેદને અનુભવ થાય છે. સનત્કુમાર દેવકથી પાંચ અનુત્તર વિમાન સુધી માત્ર પુરુષવેદવાળા જ દેવ ઉત્પન્ન થાય છે, ન સ્ત્રીવેદી અને ન નપુંસકવેદી.
દેવોમાં નપુંસકવેદ કેમ નથી હોતો ? આ પ્રશ્નનો જવાબ એ છે કે ચારે પ્રકારનાં દેવોમાં શુભગતિ આદિ નામ ગોત્ર વેદ્ય અને આયુષ્કથી સાપેક્ષ મેહના ઉદયથી અભિલષિતમાં પ્રીતિ ઉત્પન્ન કરનાર, માયા આર્જવથી યુકત, છાણાની અગ્નિ સમાન એક સ્ત્રીવેદનીય અને બીજો પુરુષવેદનીય હાય, જે પહેલા નિકાચિત રૂપમાં બંધાયેલ છે હવે ઉદયમાં આવ્યો છે. આ બંનેથી ભિન્ન નપુંસક વેદનીયને કદાપી ઉદય થતું નથી કેમકે તેઓએ પૂર્વભવમાં નપુંસક વેદહનીય કર્મને બંધ કર્યો નથી. સનત્ કુમાર વગેરે દેવલોકનાં દેએ પૂર્વભવમાં સ્ત્રીવેદમેહનીય કર્મને પણ બંધ નહીં કરેલો હોવાથી ત્યાં સ્ત્રીવેદ પણ હોતું નથી. ૩૮ |
તત્વાર્થનિર્યુકિત—ભવનપતિ, વીનવ્યંતર, તિષ્ક અને વૈમાનિક આ ચારે નિકાના દેવ બે વેચવાળા હોય છે. સ્ત્રીદવાળા અને પુરુષ વેદવાળા. આ રીતે ચારે નિકાયના દેવ નપુંસકવેદી હતા નથી માત્ર સ્ત્રીવેદી અને પુરુષવેદી જ હોય છે અર્થાત કોઈ પુરુષવેદી અને કઈ સ્ત્રીવેદી હોય છે.
ભવનપતિ, વ્યન્તર તિષ્ક, સૌધર્મ ઈશાન દેવલોકમાં ઉપપાતની અપેક્ષાથી બંને વેદ હોય છે. તેમનાથી આગળ પુરુષવેદ જ હોય છે. દેવોમાં નપુંસકવેદ કેમ નહીં ? આ શંકાનું સમાધાન એ છે કે ચારે પ્રકારના દેવમાં શુભગતિ વગેરે નામ ગેત્ર વેદ્ય આયુષ્કની અપેક્ષા રાખનાર મેહકર્મના ઉદયથી અભિલલિત પ્રીતિજનક, માયા આજીવથી ઉપચિત છાણની અગ્નિ
૧૦