________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને ખુલાસો આ પ્રમાણે છે-જેમકે આકાશમાં ચોમાસાની
તુમાં વાદળાં જામેલા હોય પણ તેમાંથી જે વાદળું બરાબર પાકી ગયું હોય, પાણીથી ભરપુર ભરેલું કાળું જણાય છે.
જ્યારે તે વરસવા-નિષેક કરવા માંડે છે ત્યારે એકી સાથે ઢગલે થઈ પડતું નથી. પણ શરૂઆતમાં એકદમ ઘણું ફેરાઓ જેસબંધ પડે છે. અને પછી પણ તેને પ્રવાહ ચાલુ રહે છે. એમ મે ક્રમે વરસીને ખલાસ થાય છે. તેમાં પ્રથમ વેગ વધારે હોય છે, ને ફેરા પણ ઘણું પડી જઈ પાણ પણ વધારે પડે છે. પછી ધીમે ધીમે વેગ ઘટતે જઈ ઓચ્છા ઓછા ફેરાથી પાણું પડે છે. જો કે ઘણી વખત એવું જોવામાં આવે છે કે એકાએક વાદળું ચડી આવી ફેર પડવા માંડે છે અને તે પછી પાછલથી છેડે વખત ગયા પછી તેથી ય પણ વધારે વેગમાં અને વધારે ફેરા પડવા લાગે છે. પણ આમ થવાનું કારણ કે પાછળથી તેમાં બીજું વાદળું ભળેલું હોય છે તે સાથે જ વરસે છે એટલે આપણને વધારે લાગે છે. પણ જ્યારે પ્રથમનું કે પાછળથી ભળેલું એકલું વરસે તે તે શરૂઆતમાં ઘણું ફેરાનો નિષેક કરે. અને પછી ઘટાડો થાય. તેમ નિષેકમાં પણ એમજ થાય છે. એટલે એ દાખલો બંધ બેસતો બરાબર છે. ઉદયમાં આવી ફળ બતાવી છૂટી પડી ગયેલી કાર્મણ વર્ગણું વાતાવરણમાં ભળી જાય છે. ફરી વળી તેવા અધ્યવસાય અને ગબળથી જીવ તેને ગ્રહણ કરે છે. એમને એમ કેમ ચાલુ રહ્યા કરે છે. આમાં યાદ રાખવાનું છે કે ઉદયાવલીમાં આવેલા કર્મ પર કેઈપણ કરણની અસર પડતી નથી, ભેગવવા જ પડે. પણ જ્યાં સુધી તે ઉદયાવલીમાં નથી આવ્યાં ત્યાં સુધીમાં તેના પર કરણની અસર પહોંચાડી શકાય
For Private and Personal Use Only