________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩
છે. જે કઈ કર્મ, ભયંકર અસર ભેગવવી પડે તેવું બાંધ્યું હોય, છતાં ઉદયમાં આવ્યા પહેલાં તેના પર સારું વર્તન રાખી કરણની અસર પહોંચાડીએ તો તેમાંથી વખતે મુદત અને રસ બંને ઘટે છે. અથવા તદ્દન નાશ થઈ તે કર્મપ્રદેશમાં ભળી જઈ સંક્રમણ થઈ બીજા સાથે બીજા રૂપે ભેગવાઈ જાય છે. અર્થાત ઉદયમાં આવ્યા પહેલા આપણા હાથમાં બાજી છે. જે આપણું વર્તન શ્રેષ્ઠ હોય તો ભયંકર કર્મ પણ આપણું ઉપર ભયંકર અસર કરી શકતું નથી. બીજું, કર્મ ભૂલે ભયંકર નહોય પણ આપણું વતન દુષ્ટ હોય તો ઓછું ભયંકર હોય તે પણ વધારે ભયંકર થાય છે, અને તે રીતે ભેગવવું જ પડે છે.
અંતિમ–કર્મોનુ બંધન કર્મો ભોગવવા, ઉદયમાં આવ્યાથી પહેલાં જ કર્મોનું નાશ કરવું વગેરે જ્ઞાન મેળવ્યું પણ એનાથી પિતાની મેળે કમેં જરા પણ ઓછા થતા નથી. તેના માટે સમ્યકકિયા એટલે સત્યપાય કરવું જોશે. કિયા વિનાનું જ્ઞાન ફળ દેવાવાળું હોય એનું એક પણ દષ્ટાન્ત નથી. તેમ એકલી જ્ઞાન સિવાયની કિયાથી મોક્ષ મલી શકે જ નહિ. એટલે સમ્યગજ્ઞાન અને ક્રિયા બંને હોય તો જ કર્મો દૂર થઈ શકે છે. અને અંતે મેક્ષમાં જઈ શકાય છે. માટે મહાનુભાવે ! ક્રિયા કેટલી ઉપકારી છે તે સમજવાની જરૂર છે. અણસમજમાં જીવે કર્મના ડુંગરે ડુંગર ખડકી મૂક્યા છે અને અજ્ઞાનથી જુદી ક્રિયા વડે વધારે કરતો રહે છે. તો હવે જ્યારે કમેની ખબર પડી, તો હવે સમ્યક ક્રિયા વડે અપૂર્વ કરણથી શકિત મેળવી શુદ્ધ કિયાથી જંજાળને તોડી આત્મજ્ઞાન એટલે કેવળજ્ઞાન પ્રાપ્ત જલદી થાય, ભવેનો અંત જલદી થાય એવી શુદ્ધ કિયા કરવી એજ.
For Private and Personal Use Only