________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે. અને દરેક ભાગલા આત્મપ્રદેશે સાથે મિશ્રિત થઈ જાય છે. તેવી જ રીતે દરેક ભાગના કર્મપ્રદેશ (કામણવર્ગણા) આત્મપ્રદેશ સાથે કેટલા વખત સુધી મિશ્રિત રહેશે ? એ રીતે વખતને પણ નિયમ છે જોઈએ. જે વખતનો નિર્ણય ન થાય તે આત્મપ્રદેશ સાથે કામણવર્ગણ મિશ્રિતપણે એક સમય પણ ન રહી શકે, અથવા અનંત કાળ સુધી રહે, માટે તેને નિયમ થવું જોઈએ.
દાખલા તરિકે–એક કેદીને સજા ફરમાવતાં પહેલાં તેને કેટલો વખત કેદમાં રહેવું તે બાબત પહેલેથી જ નક્કી કરવામાં આવે છે. જે નક્કી કરવામાં ન આવે તો તેણે કેદમાં ક્યાં સુધી રહેવું ? કલાક કે અરધે કલાક, દિવસ કે માસ, વરસ કે આખી જીંદગી સુધી એ કઈ પ્રકારને નિયમ કરવો જ જોઈએને ? તેવી જ રીતે પડી ગયેલા ભાગલાઓએ આત્મપ્રદેશે સાથે એક સમય, બે સમય, ઘડી, બે ઘડી, દિવસ, બે દીવસ કે વરસ કે પાંચ વરસ કે સે, હજાર વર્ષ એમ કેટલા વર્ષ સુધી રહેવું એ નિયમ પણ તે જ વખતે (કબંધન સમયે) થઈ જાય છે. આવી રીતે વખતને નિયમ થવાને સ્થિતિબંધ કહે છે. પ્રદેશબંધ તથા પ્રકૃતિબંધ યેગના બળથી થાય છે અને સ્થિતિબંધ અધ્યવસાયથી થાય છે. એ ખ્યાલમાં રાખવું. સ્થિતિબંધ એટલે કમને ફળ આપવાને કાળ, કર્મ બાંધતા કર્મના પુદ્ગલમાં તે કાળ નિયત થાય છે. કર્મને ફળ આપવાને ઓછામાં ઓછા કાળ અંતમુહુર્ત છે. અને વધારેમાં વધારે ૭૦ ક્રોડાકોડી સાગરેપમનો હોય છે, તે સ્થિતિ કક્ષાના ઓછાવત્તા પરિણામ મુજબ પડે છે અને સ્થિતિ મુજબ તેટલા કાળ સુધી તે કર્મ ફળ આપે છે. પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, કહેવાઈ ગયું.
For Private and Personal Use Only