________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ
ચોથું રસબંધ- દરેક ભાગલાનાં સ્વભાવને નિયમ થાય. પરંતુ પોતાનો સ્વભાવ કેવા જુસ્સાથી ફળ–પરિણામ બતાવશે? તે પણ જાણવું જોઈએ. જેમકે મરચાં, સૂંઠ, મરી વિગેરે ચીજો તીખી હોય છે. પણ કઈ ચીજ કેટલી તિખી છે? તેવી જ રીતે ગોળ, ખાંડ, શેરડી વિગેરે ચીજે ગળી છે. પરંતુ દરેક ગળપણમાં તફાવત છે. તેવી જ રીતે ધારે કે એક ભાગલાને સ્વભાવ તાવ લાવવાનો નક્કી છે, એટલે તાવ લાવવાને પ્રકૃતિબંધ થયે. તાવ એક મહીના પછી બે દીવસ આવશે. એ સ્થિતિ–નિયમ થયે. પરંતુ બે દિવસ સુધી તાવ આવશે તે કેવા જેમ્સમાં આવશે? ૯૯૯ ડિગ્રી આવશે ? કે ૧૦૦ ડિગ્રી આવશે ? કે ૧૦૫ ડિગ્રી આવશે ? એ કંઇપણ નિયમ થ જ જોઈએ ને ? આવી રીતે દરેક ભાગલાઓના પ્રદેશનો, સ્વભાવના અને વખતનો નિયમ થાય છે. તેવી જ રીતે સ્વભાવ બતાવવાના જુસ્સાનો પણ માપ પૂર્વક ચેકસ ધોરણસર નિયમ તે જ સમયે અધ્યવસાયના બલથી થાય છે. આ નિયમને અનુભાગબંધ કે રસબંધ કહેવામાં આવે છે. કર્મ બાંધતી વખતે તીવ્ર યા મંદ જેવા પરિણામ હોય તે રસ પડે છે, અને જે રસ પડ્યો હોય તે રીતીએ ભેગવવું પડે છે. મંદતર તીવ્ર અને તીવ્રતર એમ રસના ઘણા પ્રકાર હોય છે. તે પણ કષાયથી પડે છે. બીજું સમજવાનું કે જેમ સ્થિતિ બાંધ્યા પછી પાછળથી તેવા અધ્યવસાયે અને તેવી ક્રિયાઓને લઈને સ્થિતિ ઓછી વસ્તી થાય છે તેમ રસ પણ પાછળથી તેવા અધ્યવસાય અને તેવી ક્રિયાઓથી ઓછા વધતે થાય છે, અને તે જ પ્રમાણે ફળ આપે છે. આવી રીતે પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને રસબંધ એ ચારનું થવું તે બંધ કહેવાય છે અને તે એક જ સમયમાં બની જાય છે.
For Private and Personal Use Only