________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૧)
ભરૂઅચ્ચ તરફ જવાને આજ્ઞા આપે. ત્યાં રહેલા ગુણવાન મુનિએના ચરણારવિંદનું હું નિરંતર સેવન કરીશ. અને તે સમળીના મરણની જગ્યાએ, મારા પૂર્વજન્મની નિશાની તરીકે, મણિરત્નમય એક જિનભુવન બનાવરાવીશ. રાજાએ જણાવ્યું–પુત્રી ! હું વિચાર કરીને જવાબ આપું છું, પણ પ્રથમ આ તારા ઉપાધ્યાપકે તને અનેક શાસ્ત્રમાં પ્રવીણ કરી છે તેને સંતોષિત કરું. આ પ્રમાણે કહો રાજાએ તરત જ સુદર્શનાના કળાચાર્યને ઈચ્છાથી અધિક પારતોષિક દાન આપી વિસર્જન કર્યો. જિનવચનામૃતના પાનથી પવિત્ર ચિત્તવાળા વિવેકી રાજાએ, પુરોહિતની પણ ઊંચતતા લાયક સંભાવના કરી ખુશી કરો રજા આપી. સામતાદિક સભાજનનો પણ સત્કાર કરી વિસર્જન કર્યા. પિતાનું કુટુંબ, રીષભદત્ત, સાર્થવાહ અને શીળવતી ઇત્યાદિ મનુષ્ય સાથે સભામાં બેસી રાજા સલાહ કરવા લાગ્યો.
સાર્થવાહ! આ મારી પુત્રી સુદર્શના મારા પ્રાણથી પણ મને અધિક વહાલી છે. તેણીએ કુટુંબવિગનું દુઃખ કોઈ પણ વખત આ જિંદગીમાં અનુભવ્યું નથી. કોઈ પણ વખત અન્ય રાજ્યની ભૂમિ દીઠી નથી. પરદેશની ભાષા બીલકુલ જાણતી નથી. આ જિંદગીમાં દુ:ખ અનુભવ્યું નથી. તેની સખીઓથી કે સ્વજનથી જુદી પડી નથી. કઈ પણ વખત અપમાન સહન કર્યું નથી. નિરંતર સન્માન પામેલી અને સુખમાં ઉછરેલી છે, સરસવના પુષ્પની માફક તેનું શરીર સુકુમાળ છે. તે ભરૂઅચ્ચ કેવી રીતે જઈ શકશે?
જે ના પાડું છું તો તેણીનું હૃદય દુઃખાય છે. જે હા કહું છું તો મારું મન માનતું નથી. આ પ્રમાણે બલી રાજા છેડે વખત મૌન રહ્યો. થોડે વખત વિચાર કરી રાજાએ જણાવ્યું. સાર્થવાહ ! ભરૂઅચ્ચ જવા માટે સુદર્શનાને અત્યંત આગ્રહ છે અને તે પણ પિતાના ભલા માટે જ, એટલે હું તેણીનું મન દુ:ખાવવા બીલકુલ રાજી નથી, તમે મારા વિધર્મી બંધું છે તેમ મને ધર્મપ્રાપ્તિમાં નિમિત
For Private and Personal Use Only