________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦)
(૧. અરિહંતનું શરણ. ૨. સિદ્ધનું શરણ, ૩. સાધુનું શરણ. ૪. ધર્મનું સરણ. આ ચાર શરણ) કરવાં. સાવધ(પાપવાળા) વ્યાપારને ત્યાગ કરી, પંચ પરમેષ્ઠી મહામંત્રનું સ્મરણ કરતાં ડી નિદ્રા લેવી. નિકા દૂર થતાં જ કિપાક ફળની ઉપમાવાળા વિષયસુખના સંબંધમાં વિચારણા કરી જેમ બને તેમ તેનાથી વિરક્ત થવા પ્રયત્ન કરે, અને મોક્ષમાર્ગમાં સહાયભૂત ચારિત્ર રવીકાર કરવા સંબંધી ઉત્તમ મનોરથ કરવા.
આ પ્રમાણે પ્રતિદિવસ(નિરંતર) ક્રિયા કરનાર મનુષ્ય ગૃહસ્થાવાસમાં રહેવા છતાં પણ મોક્ષસુખને પિતાની નજીકમાં લાવી મૂકે છે.
ઈત્યાદિ નાના પ્રકારે ચારણામણ મુનિના મુખથી ધર્મશ્રવણ કરી, ચંદ્રગુપ્ત રાજાએ ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો. શીળવતી તથા સુદર્શના બને વિષયસુખથી વિરક્ત થયાં. દેશવિરતિ (ગૃહસ્થ ધર્મ) લેવાને અશક્તિવાળા જીવોએ સમ્યકત્વન (ધમશ્રાદ્ધાને ) સ્વીકાર કર્યો, અને તે પણ નહિ ગ્રહણ કરનાર છએ મધુ, મધ, માંસાદિ નહિ વાપરવાને અભિગ્રહ લીધે.
આ પ્રમાણે અનેક જીવોને ઉદ્ધાર કરી, પરોપકારી મહાતમા ચારણશ્રમણ નંદીશ્વરદીપ તરફ જવા માટે આકાશમાર્ગે ચાલ્યા ગયા.
પ્રકરણ ૧૯ મું.
– – પૂર્વજન્મસ્થાને જવાને સુદર્શનાનો આગ્રહ.
મુનિશ્રીના જવા પછી વિનયપૂર્વક ફરી વાર પિતાના ચરણમાં નમન કરી સુદર્શનાએ જણાવ્યું. પિતાજી ! મારા પર પ્રસાદ કરી મને
For Private and Personal Use Only