SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ આપીશ. અને પછી તુલના કરીને એ પણ બતાવીશ કે, દેરાવાસી જૈન સાધુઓના જીવન સાચા જેન આદર્શથી કઈ કઈ વાતમાં કેટલી હદ સુધી પડી ગયા છે. જૈન સાધુએ ઘેર ઘેર ફરીને ગોચરી-ભિક્ષા કરીને પિતાને આહાર મેળવવો જોઈએ. તેઓએ પોતે ભોજન બનાવવું ન જોઈએ તેમજ બીજાને ભોજન બનાવવાનું કહેવું પણ ન જોઈએ. તેઓએ ગોચરીને માટે કોઈ પણ આમંત્રણ સ્વીકારવું ન જોઈએ, એટલું જ નહિ પણ પહેલેથી કોઈ પણ પ્રકારની સૂચના દીધા વગર જ ગોચરીને માટે જવું જોઈએ. જૈન સાધુએ કઈ પણ પ્રકારના વાહનમાં જવું ન જોઈએ, તેમજ પોતે પણ કઈ વાહન ચલાવવું ન જોઈએ. પરંતુ હમેશાં પગે ચાલવું જોઈએ, અને તે પણ જોઈ જોઈને જ ચાલવું જોઈએ, કે જેથી પોતાના પગ નીચે કોઈ જીવ આવીને મરી ન જાય. તેઓએ ચોમાસાના ચાર મહિના એકજ જગાએ રહેવું જોઈએ અને બાકીના આઠ માસ વિહાર કરતા રહેવું જોઈએ. અને આ આઠ માસમાં એક જગાએ એક માસથી વધારે રહેવું ન જોઈએ. તેઓએ કેશ–વુંચન લેચ) કર જોઈએ, પરંતુ વાણંદને હાથે હજામત કરાવવી ન જોઈએ. તેઓએ જૈન શાસ્ત્રોમાં બતાવેલ ૨૨ પરિષહે શાંતિ અને સંતોષપૂર્વક સહન કરવા જોઈએ અને અખંડ બ્રહ્મચારી રહેવું જોઈએ. તેઓએ પોતાની પાસે પૈસા, રૂપીઆ વગેરે ન રાખવું જોઈએ, તેમજ મકાન, જમીન વગેરે પણ કાંઈ ન રાખવું જોઈએ અને પોતાનું આખું જીવન ધાર્મિક કામેમાં જ કાઢવું જોઈએ. ટુંકમાં જૈન સાધુએ દરેક પ્રકારના For Private and Personal Use Only
SR No.020753
Book TitleSthanakvasi Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesrichand Bhandari
PublisherSthanakvasi Jain Karyalay
Publication Year1938
Total Pages123
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy