________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬ સહમપતિજી, બહુ પરિવારે આવીયા, માય જિનનેજી, વાંદી પ્રભુને વધાવીયા. (અહીં પ્રભુને ચોખાથી વધાવવા.)
ત્રાટક-છંદ વધાવી લે હે રત્નકુક્ષી–ધારિણી! તુજ સુતતણો, હું શક્ર સોહમ નામે કરશું, જન્મ મહત્સવ અતિ ઘણો; એમ કહી જિન-પ્રતિબિંબ સ્થાપી, પંચરૂપે પ્રભુ ગ્રહી, દેવ દેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી. ૪
ઢાલ-પૂર્વલી. મેરૂ ઉપરછ, પાંડુકવનમેં ચિહું દિશે, શિલા ઉપરછ, સિંહાસન મન ઉલ્લસે; તિહાં બેસીજી, શક્રે જિન મેળે ધર્યા, હરિ ત્રેસઠજી, બીજા તિહાં આવી મળ્યા.
ત્રાટક-છંદ. મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના;
For Private and Personal Use Only