SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નીતિના યથાસ્થિત ઉપર તેની પ્રતિષ્ઠા, હિ. કોઈ લેશે ણસની સત્તા તેના ઘરમાં, ગામમાં કે દેશમાં હોય, તો પણ નીતિની રહેણુએ વર્તેલે માણસ નિરંતર ઉચ્ચપદને ભોકતા થયા વિના ને યશ સંપાદન કર્યા વિના રહેશે નહિ, એ સાર્વજનિક સર્વમાન્ય મહાન્ નિયમ સ્થપાયેલો છે. અગ્રેસર પુરૂષ, કે ઉચ્ચ સ્થિતિવાળો માણસ, નીતિના આચરણે પિતાના હાથ નીચેના માણસ પ્રતિ વર્તતા નથી, અને જીવિતને યથાસ્થિત ઉપયોગ સમજતો નથી, તે પછી તેના જીવતરનાં સર્વ કાર્ય અફળ જશે, ને તેની પ્રતિષ્ઠા, અવસ્થાંતર ઉત્સર્ગ ગે, કરમાયલા પુષ્પ જેવી થઈ જશેઃ કેઈ તેને સુંધશે નહિ, કોઈ લેશે નહિ, ને કઈ તેના પ્રતિ દષ્ટિયે કરશે નહિ. એટલા માટે, ઉચ્ચ કે નીચ, કોઈ પણ પ્રકૃતિના પુરૂષમાં, સદ્વર્તન, નીતિ, અને નિયમિતનીતિને આવિર્ભવ હોવો જોઈએ—પછી તાત્કાલ કે ભવિષ્યમાં, પરિશ્રમે પણ વિખ્યાતિ મળો કે યશ નેયે ફેલાઓ–પણ તેની નામના શુરવીર ચરિત્રમાં થશે જ અથવા તે સાધુ પુરૂષમાં વખણાશે જ, એ નિર્વિવાદિત ને મહાત્માનું કહેવું છે. કોઈપણ સામાન્ય માણસ, નીતિ સેવનથી બહિષ્કૃત હશે તો તેનું ફળ એ જ મળશે કે તેનું આલેકને પરલેક બગડશે, ઘર વંડશે, ને વધારે તો તેના પાડપડોશી પર તેની માઠી અસર થશે. અહિંયાં જ તેના આચરણનું ફળ અટકશે. પણ એક ઉચ્ચ પંક્તિને મહાશય, સાધુ કે રાજા, નીતિવાન્ ન હોય તે, તેનાથી થતા ખરાબ પરિણામની સીમા બાંધી શકાશે નહિ. અને એ પરિણામ વધતા વધતા દેશને બાધકારક થઈ પડશે. આટલા માટે, જે માણસના જીવિત અને વર્તનપર, અનેક માણસોનાં સારાં માઠાં વર્તનને આધાર રહેલો છે તે માણસે, પોતાના જીવતરના સર્વ ધર્મમાં* એક આ પણ અચળ ધર્મ નક્કીપણુથી માન-વિચારો-ખિલવવો કે મારું અનુકરણ કરીને બીજાએ નબળે રસ્તો ગ્રહણ કરે નહિ તેમ મારે વર્તવું જોઇયે, અને તે જ મારો સતત સ્થિરચિર ધર્મ છે. યથા નાના તથા પ્રજ્ઞા, જેવા ઠાકર તેવા ચાકર, જેવા બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા, જેવી મા તેવી દીકરી, જેવું કામ તેવી ઠીકરી, ને જેવા શેઠ તેવા વાણોતર. આ નીતિ આર્ય પ્રજામાં સર્વવ્યાપક છે અને સર્વ માન્ય પણ એ જ છે, ને તે કારણવસાત્ છે. જીવિતનું સાફલ્ય વ્યવહાર કાર્યમાં નીતિનું સેવન છે અને તે નીતિ પર* અહિંયાં ધર્મ એટલે ફરજ. For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy