________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય નીતિવચન.
૪૧
રીતે પોષણ કરતા હોય છતાં પણ જે ગુપ્ત રીતે અન્યની સેવા કરતા હોય તેને અધમ જાણો. ૬૭
उपकरोत्यप्रकृतोद्युत्तमोऽप्यन्यथाधमः। मध्यमः साम्यमन्विच्छेदपरः स्वार्थतत्परः ॥६८॥
બુરૂ કર્યા છતાં પણ જે ઉપકાર કરે છે તેને જ ઉત્તમ જાણ, પણ તે સામું બુરૂ કરે તો તેને અધમ સમજવું સારું કે નરસું કંઈપણ ન કરતાં સમવ્યવહારે વર્તે તેને મધ્યમ જાણુ અને સ્વાર્થ તત્પર સેવકને અધમ જાણ. ૬૮
नोपदेशं विना सम्यक्प्रमाणैर्जायतेऽखिलम् । बाल्यं वाप्यथ तारुण्यं प्रारम्भित समाप्तिदम् ॥ ६९ ॥ प्रायो बुद्धिमता ज्ञेयं न बाईक्यं कदाचन ।
आरम्भं तस्य कुर्याद्धि यत्समाप्ति सुखं व्रजेत् ॥ ७० ॥ ઉપદેશ વિના સર્વ પ્રમાણેથી સારી પેઠે સમજાતું નથી. બાલ્યાવસ્થામાં કે તરૂણાવસ્થામાં આરંભેલું કાર્ય સંપૂર્ણ થાય છે, પણ વૃદ્ધાવસ્થામાં આરંભેલું કાર્ય, કઈ દિવસ સંપૂર્ણ થતું નથી. માટે જે કાર્ય સુખથી સંપૂર્ણ થાય. તે કાર્ય આરંભ કરવો. ૬૯-૭૦
नारम्भो बहुकार्याणामेकदैव सुखावहः । नारम्भितसमाप्तिन्तु विना चान्यं सभाचरेत् ॥ ७१ ॥ सम्पाद्यते न पूर्व हि नापरं लभ्यते यतः । कृती तत्कुरुते नित्यं यत्समाप्ति व्रजेत्सुखम् ॥ ७९ ॥
એકજ વખતે ઘણા કામનો આરંભ કરવો એ કલેશકારક થઈ પડે છે. માટે આરંભેલાં એક કાચની સમાપ્તિ વિના બીજું કામ આરંભવું નહિ. ઘણું કામને એક સાથે આરંભ કરતાં પ્રથમ જે કાર્ય આરંભેલું હોય તે પૂર્ણ થાય નહિ. અને બીજું કાર્ય પણ સિદ્ધ થાય નહિ. માટે કાર્યકુશળ મનુષ્ય સદા એવું કાર્ય આરંભવું કે જે કાર્ય સુખરૂપ સંપૂર્ણ થાય. ૭૨
याद सिध्यति येनार्थः कलहेन वरस्तु सः ।
अन्यथायुर्धनसुहृद्यशोधर्महरः सदा ॥ ७३ ॥ જે કલહ કરવાથી ધન મળતું હોય તે કલહ સારે; પણ વિપરીત કલહ આયુષ્ય, ધન મિત્ર, અને ધર્મનો નાશ કરે છે. ૭૩
ईर्ष्या लोभो मदः प्रीतिः क्रोधो भीतिश्च साहसम् । प्रवृत्तिच्छिद्रहतूनि कार्ये सप्त बुधा जगुः ॥ ७४ ॥
For Private And Personal Use Only