________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३९८
શુક્રનીતિ.
पश्चाद्राज्ञा तु तैः साकं युवराजो निवेदयेत् । राजा सशासयेदादौ युवराजं ततस्तु सः ॥ ३७७ ॥ युवराजो मन्त्रिगणानाजाग्रे तेऽधिकारिणः । सदसत्कर्म राजानं बोधयेदि पुरोहितः ॥ ३७८ ॥
ત્યાર પછી યુવરાજે તે અધિકારીઓની સાથે રહીને રાજાને ગુપ્તવિચાર જણાવો. રાજા (જે તે મંત્રિમંડળના વિચારથી વિરૂધ્ધ હોય તો) પ્રથમ યુવરાજને સારી રીતે (સમજાવો અને પછી યુવરાજે મંત્રિઓને સારી રીતે સમજાવવા. પ્રથમ અધિકારી વર્ગ રાજાને સારાનરતાં કાર્યની સમજણ પાડવી, ત્યાર પછી પુરોહિતે રાજાને સર્વે કાર્ય-સૈન્યનીતિ સમજાવવું. ૩૭૩-૩૭૮
ग्रामाद्वाहः समीपे तु सैनिकान्धारयेत्सदा । ग्राम्यसैनिकयोर्न स्यादुत्तमर्णाधमर्णता ॥ ३७९ ॥
સેનાને નિરંતર ગામથી બહાર અથવા તો ગામની પડોસમાં રાખવી. પણ એવી રીતે રાખવી કે ગામના લોકો તથા સેનાનાં માણસો વચ્ચે લેવડ દેવડ ચાલે નહીં–પરસ્પર વ્યવહાર કરવાથી માઠું પરિણુંમ આવે છે. ૩૭૯
सैनिकार्थन्तु पण्यानि सैन्ये सन्धारयेत्पृथक् । नैकत्र वासयेत्सैन्यं वत्सरन्तु कदाचन ॥ ३८० ॥
સેનાને માટે વેચવાના પદાર્થો સેનાના પડાવમાં એક ભાગ ઉપર રખાવવા. સેનાને કોઈવાર એક વર્ષ સુધી એક સ્થાન ઉપર રાખવી નહિ, પરંતુ નવનવાં ગામે રવાના કરવી. ૩૮૦
सेनासहस्रं सज्ज स्यात्क्षणासंशासयेत्तथा। संशासयेत्स्वीनयमान्सैनिकानष्टमे दिने ॥ ३८१ ॥
સેનાનાં એક હજાર મનુષ્ય ક્ષણવારમાં સજજ થાય તેમ તેને સારી રીતે કેળવવી તથા દિવસને આઠમે ભાગ–અપરાણહ સમયે-સૈનિકોને પિતાના નિયમો સારી પેઠે સમજવા. ૩૮૧
चण्डत्वमाततायित्वं राजकार्य विलम्बनम् । अनिष्टोपेक्षणं राज्ञः स्वधर्मपरिवर्जनम् ॥ ३८२ ॥ यजन्तु सैनिका नित्यं सल्लापमाप वा परैः । नृपाज्ञया विना ग्रामं न विशेयुः कदाचन ॥ ३८३ ॥ स्वाधिकारिगणस्यापि ह्यपराधं दिशन्तु नः । मित्रभावेन वर्तध्वं स्वामिकृत्ये सदाखिलैः ॥ ३८४ ॥
For Private And Personal Use Only