SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુક્રનીતિ. प्रतिमा सैकती पैष्टी लेख्या लेप्या च मृण्मयी । वाक्षी पाषाणधातूत्था स्थिरा ज्ञेया यथोत्तरा ॥ ७२ ॥ પ્રતિમા રેતીની, લોટની, ચિત્રની, ગેરૂ વગેરેના લેપની, માટીની, લાકડાની, પાષાણુની, અને ઘાતુની બને છે, તેમાં પ્રતિમાને ઉત્તરોત્તર દૃઢ જાણવી. ૭૨ यथोक्तावयवैः पूर्णा पुण्यदा सुमनोहरा। अन्यथायुर्धनहरा नियं दुःखविवर्द्धिनी ॥ ७३ ॥ શાસ્ત્રમાં જણુવ્યા પ્રમાણે પૂર્ણ અવયવવાળી પ્રતિમા શુભ ફળ આપે છે. અને મનને પ્રિય લાગે છે પર તુ શાસ્ત્ર પ્રમાણે ન હોય તે નિત્ય આયુષ્ય તથા ધનનો નાશ કરે છે અને દુઃખમાં વધારો કરે છે. ૭૩ देवानां प्रतिविम्बानि कुर्याच्छ्रेयस्कराणि च । स्वाणि मानवादीनामस्वर्याण्यशुभानि च ॥ ७४ ॥ દેવતાઓની કલ્યાણકારી મૂર્તિ બનાવવી; કારણ કે કલ્યાણકારી મૂર્તિ મનુષાદિકને સ્વર્ગ સુખ આપે છે, અને અશુભ ભૂતો સ્વર્ગ આપતી નથી. ૭૪ मानतो नाधिकं हीनं तद्विम्बं रम्यमुच्यते ॥ ७९ ॥ જે મૂર્તિ પ્રમાણમાં નાની ન હોય તેમ બહુ મેટી ન હોય પરંતુ પ્રમાણસર હેય તે મૂર્તિ સુંદર કહેવાય છે. ૭૫ अपि श्रेयस्करं नृणां देवावम्बमलक्षणम् । सलक्षणंमर्त्यविम्ब नाहे श्रेयस्करं सदा ॥ ७६ ॥ દેવતાઓની મૂર્તિ, કહેલાં લક્ષણ રહિત હોય તો પણ તે મનુષ્યનું કલ્યાણ કરે છે; પરંતુ સંપૂર્ણ લક્ષણવાળી મનુષ્યની મૂર્તિ સદા મનુષ્યનું શ્રેય કરતી નથી. ૭૬ सात्त्विकी राजसी देवप्रतिमा तामसी त्रिधा। विष्ण्वादीनां च या यत्र योग्या पूज्या तु तादृशी ॥ ७७॥ દેવની મૂર્તિ ત્રણ પ્રકારની છે: સાત્વિકી, રાજસી અને તામસી. જ્યાં જે મૂર્તિ યોગ્ય લાગે ત્યાં આગળ વિષ્ણુ વગેરેની મૂર્તિનું પૂજન કરવું. ૭૭ મૂર્તિ વિચાર. • योगमुद्रान्विता स्वस्था वराभयकरान्विता । देवेन्द्रादिस्तुतनुता सात्त्विकी सा प्रकीर्तिता ॥ ७८ ॥ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy