________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्राद्धदिन०
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનઃ પ્રકાશન પ્રયોજન
શ્રાદ્ધ દિનકૃત્ય ગ્રંથ ઉપર એક સ્વોપન્ન સંસ્કૃતટીકા છે, અને બીજી સંસ્કૃત અવસૂરિ છે. તેમાં સ્વોપજ્ઞ ટીકા બહુજ મોટી છે. અવસૂરિ સંક્ષિપ્ત છે. પ્રસ્તુત પ્રતમાં અવસૂરિનું મુદ્રણ ક૨વામાં આવ્યું અવસૂરિના કર્તાનું નામ વગેરે જાણી શકાયું નથી. અવસૂરિમાં ઘણા સ્થળે શબ્દ પ્રયોગો સ્વોપજ્ઞટીકાને મળતા આવે છે. એથી સંભવ છે કે અવસૂરિકારે સ્વોપજ્ઞ ટીકાના આધારે જ થોડા ફેફાર સાથે અવસૂરિની રચના કરી હોય, અને એથી જ કર્તા તરીકે પોતાના નામનો ઉલ્લેખ ન કર્યો હોય. મૂળ ગ્રંથકારનો પરિચય આ જ પ્રતમાં અલગ આપવામાં આવ્યો છે.
ગત વર્ષે આ ગ્રંથનો મારા કરેલા વિવેચન સહિત ગુજરાતી ભાવાનુવાદ પુસ્તક રૂપે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અનુવાદ કરતાં જણાયું કે મુદ્રિત પ્રત ઘણી અશુદ્ધ છે. આથી શુદ્ધ પ્રતનું પ્રકાશન ઘણું જરૂરી હતું. તથા મુદ્રિત પ્રતો અપ્રાપ્ય હોવાથી પણ આ પ્રતનું પુનઃ પ્રકાશન જરૂરી હતું. મારા શિષ્ય મુનિશ્રી દિવ્યશેખરવિજયજીની ઘણી સહાયથી ઘણી મહેનતથી પૂર્વ મુદ્રણમાં રહેલી અશુદ્ધિઓ દૂ૨ ક૨ી છે. છતાં અનુપયોગ આદિથી અશુદ્ધિઓ રહી ગઇ હોય તો પ્રતમાં સુધારી લેવા વિનંતી છે.
આચાર્ય રાજશેખરસૂરિ
For Private and Personal Use Only
सूत्रम्
11411