________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्राद्धदिन०
Poooooooooooooo
सूत्रम्
ગ્રંથકારનો સંક્ષિપ્ત પરિચય સ્વભાવ-શ્રાદ્ધદિનત્ય ગ્રંથના કર્તા આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિ શાંત સ્વભાવી, ક્રિયાપ્રવર્તક, સંવેગી, વિદ્વાન, પૂર્વકાળના ગીતાર્થોને યાદ કરાવે તેવા જ્ઞાની, ચારિત્રનિષ્ઠ, શાંત, ઉપદેશક, મોટાગ્રંથકાર અને શાસનપ્રભાવક હતા. આચાર્ય જગચંદ્રસૂરિએ ક્રિયોદ્ધાર કર્યો ત્યારે “આચાર્ય દેવેન્દ્રસૂરિ અને પંન્યાસ દેવભદ્ર ગણિ તેમના સહયોગી હતા. સંભવ છે કે આચાર્ય દેવેન્દ્રસૂરિને સં. ૧૨૮૫માં આચાર્યપદ મળ્યું હોય. તેમના શાંતરસવાળા વાત્સલ્યભર્યા મીઠા ઉપદેશથી જ અંચલગચ્છના ૪૪માં આચાર્ય મહેન્દ્રસિંહસૂરિએ સં. ૧૩૦૭ લગભગમાં થરાદમાં ક્રિયોદ્ધાર કરી શુદ્ધમાર્ગ સ્વીકાર્યો હતો. | મેવાડના રાણો જૈત્રસિંહ, રાણો તેજસિંહ, રાણી જયતલાદેવી, રાણો સમરસિંહ વગેરે તેમના અનન્ય રાગી હતા. તેમના | ઉપદેશથી રાણીજયતલાએ ચિત્તોડના કિલ્લા પર શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બંધાવ્યું. રાણા તેજસિંહે પણ મેવાડમાં અમારિપાલન કરાવ્યું હતું. આચાર્યદેવેન્દ્રસૂરિવરે ગુરુદેવની સાથે શત્રુંજય, ગિરનાર, આબૂ વગેરે યાત્રાઓ કરી હતી.
આચાર્ય દેવેન્દ્રસૂરિ, આચાર્ય વિજયચંદ્ર, ઉપાધ્યાય દેવભદ્ર સં. ૧૩૦૧ના ફાગણ વદિ ૧૩ ને શનિવારે પાલનપુર પધાર્યા, ત્યાં વરદુડિયા આસદેવે કપાસ સૂત્રવૃત્તિ.
ગ્રં. ૧૧૨૮ લખાવી. આચાર્યદેવેન્દ્રસૂરિએ સં. ૧૩૦રમાં વીજાપુર (ઉજ્જૈન)માં વરદુડિયા કુટુંબના વરદુડિયા વરધવલ તથા ભીમદેવને દીક્ષા આપી, તેમનાં નામ મુનિ વિદ્યાનંદ, તથા મુનિ ધર્મકીર્તિ રાખ્યાં. સં. ૧૩૧૪માં તે બંનેને ગણિપદ આપ્યું.
મહુવા-ગ્રંથ ભંડાર - આચાર્યદેવેન્દ્રસૂરિ તથા આચાર્ય વિજયચંદ્રસૂરિના ઉપદેશથી મહુવાના સંઘે સં. ૧૩૦૬માં સરસ્વતી
0000000000000000000000
Tદ્દા
For Private and Personal Use Only