________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
શ્રીશિવમહિમ્ર સ્તોત્ર
એમ જે અનિર્વચનીય તત્વ જોઈને અંત:કરણમાં આનંદને અનુભવ કરે છે, તે તત્ત્વ આપ જ છે, એમ પ્રસિદ્ધ છે. ૨૫
હે શિવસ્વરૂપ પરમાત્મન ! સમાદિ સાધનસંપન્ન પરમહંસાદિ યોગી પુરુષો પ્રાણવાયુને રોકી અંતર્મુખ થયેલા મનને હૃદયકમળમાં સ્થિર કરે છે અર્થાત ધ્યાન ધરે છે; (અહીં ધ્યાન એટલે સમાધિ સમજાય છે અને એ માટે જ મૂળમાં “અવધાય” પદ યોજેલું છે.) અને જે અનિર્વચનીય (સચ્ચિદાનંદ) વસ્તુને વેદાંતવાક્યોથી ઊપજેલી અખંડાકાર વૃત્તિ વડે સાક્ષાત્કાર કરી અંતરમાં આનંદ અનુભવે છે, તે તત્ત્વ આપ જ છો; એમ શ્રુતિ ભગવતી પણ આપને જ વર્ણવે છે; તો આપ પરમ મંગળસ્વરૂપ કેમ નથી? અર્થાત આપ મંગળસ્વરૂપ જ છો એ નિર્વિવાદ છે. હવે તે પરમાનંદનું સર્વોત્તમપણું દેખાડવા દૃષ્ટાંત કહે છે. જોકે બ્રહ્માનંદ માટે કંઈ દૃષ્ટાંત કે ઉપમા હોઈ શકે નહિ, પરંતુ મુમુક્ષુઓને તેના અસ્તિત્વની બુદ્ધિ દૃઢ થાય તથા સાધારણ કંઈ કલ્પના થઈ શકે, તે માટે કંઈક સામ્ય બતાવતું દૃષ્ઠત અહીં રહેલું છે એમ સમજવું. જેને લેશમાત્ર સ્પર્શ થાય તો સમસ્ત તાપ દૂર થઈ સુખાસ્વાદનો અનુભવ થાય છે, એવા અમૃતના સરોવરમાં જો કોઈ સર્વાગ સંપૂર્ણપણે ડૂબકીઓ મારે તે તે કેવું અને કેટલું સુખ અનુભવે? તેના સુખની કંઈ સીમા રહેતી નથી અર્થાત અમૃતથી પરિપૂર્ણ સરોવરમાં ડૂબકીઓ મારવા જેવો અંતરમાં આનંદ અનુભવાય છે એમ અહીં ભાવ છે.
આમ બ્રહ્માનંદનું કારણ કહી હવે તેનું કાર્ય દેખાડે છે કે, જેમને એ આનંદાનુભવ થયો છે, તેમના શરીર ઉપર રોમાંચ ખડાં
For Private and Personal Use Only