________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
શ્રીશિવમહિમા સ્તોત્ર - ---- -- પાર ન પામે, તે પછી સૂક્ષમ સ્વરૂપની તે વાત જ શી કરવી? વિષ્ણુ અને બ્રહ્મદેવ જેવા પ્રભાવશાળી દેવની જ્યાં આવી દશા,
ત્યાં બીજા પુરુષોની તો વાત જ શી ! એ પ્રમાણે સેવા ન કરી હોય તો ફળ મળતું નથી એવો વ્યતિરેક બતાવી, જો સેવા કરી હોય તો ફળ મળે છે એવો અન્વય બતાવે છે. એ રીતે તે બન્ને દેવો પિતાના પ્રયત્નોને નિષ્ફળ થયો જોઈ હતાશ થઈ ગયા અને શ્રદ્ધાપૂર્ણ અનન્ય ભકિતથી તમારી સ્તુતિ કરવા લાગ્યા. ‘મશ્રિદ્ધામરણ્ય ' એ પદમાં “ભકિત અને અર્થ કાયિકી સેવા શ્રદ્ધા એટલે આસ્તિક્ય બુદ્ધિ અર્થાત માનસિક સેવા, અને એ બન્નેની અતિશયતાથી શ્રેષ્ઠ સ્તુતિ વડે વાચિક સેવા સમજવી. એ પ્રમાણે ત્રિવિધ સેવા કરવાથી તમે પોતે પ્રસન્ન થઈ પિતાનું સ્વરૂપ જણાવવા તેમને દર્શન દીધાં. મૂળ શ્લોક માંહેના “ગુરુ” અને
ભર’ શબ્દો વડે એ ધ્વનિ નીકળે છે કે, શિલા વગેરે જે ભારે પદાર્થો છે, તે જેમ મેઘની વૃષ્ટિ તથા પવનાદિકથી ચલિત થતા નથી, તેમ શ્રદ્ધા અને ભકિત વડે ગુરુત્વ(ભાર)વાળી સ્તુતિ અનેક વિદન વડે પણ ચળે નહિ. સારાંશ કે બ્રહ્મદેવ અને શ્રીવિષ્ણુએ કરેલી સ્તુતિ અચળ હોવાથી જ સફળ થઈ.
[બ્રહ્મદેવ અને વિષ્ણુ, સદાશિવના સ્વરૂપને પાર પામવા ગયા હતા. તે વિષે આ વૃત્તાંત છે કે, એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વાદવિવાદ થયો કે, આપણા બંનેમાં શ્રેષ્ઠ કોણ? વિષ્ણુએ કહ્યું કે હું અને બ્રહ્માએ કહ્યું કે હું શ્રેષ્ઠ છું એમ વાદવિવાદ ચાલે છે એટલામાં અનંત અગ્નિજ્વાળાથી યુકત એવું અલૌકિક તેજોમય લિંગ પ્રગટ થયું. એ લિંગ જોઈ બન્નેને બહુ
For Private and Personal Use Only