________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Хо
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશિવમહિન્નઃ તેંત્ર
પહેલાં હતો નહિ માટે અસત છે એમ માનેલું છે. આ અસત્કાર્યવાદ છે. વેદાંતમાં અસત્કાર્યવાદ નથી; તેમ જ સત્કાર્યવાદ પણ નથી; પરંતુ સત્કારણવાદ છે. એમાં કારણરૂપી બ્રહ્મ જ સત્ય છે; કાર્યરૂપી જગત છે, તે ઝાંઝવાના જળ જેવું ભ્રમમાત્ર છે; અને કારણ ઉપર જ માત્ર વિવર્તે છે. એવા એ વેદાંતીઓના સિદ્ધાંત છે. આ વેદાંતમત સિવાયના ઉપર જણાવેલા ત્રણે મતેમાં દૂતનો અંગીકાર કરેલા છે; માટે ઉપાધિયુકત અને સંકુચિત એવા સ્વરૂપના વર્ણન વડે ઈશ્વરની સ્તુતિ કરવી એ લજ્જાસ્પદ છે; છતાં તે રીતે હે પુરમથન ! હું તમારી સ્તુતિ કરતાં શરમાતા નથી; કારણ કે તમારું ઐશ્વર્ય જોઈ હું ચકિત થયા જેવો વિસ્મિત થયો છું; જેમ કોઈ મનુષ્ય અદ્ભુત ચમત્કાર જોઈ વિસ્મય પામે છે, ત્યારે દેહભાન પણ ભૂલી જાય છે તથા બીજા મનુષ્યો હાંસી કરશે, એવા તેને ખ્યાલ પણ રહેતો નથી, તેથી તે ગમે તેમ વર્તે છે; તેવી જ રીતે હું પણ (આને સ્તુતિ કરતાં આવડતી નથી એમ કહી લોકો મને હસશે, તે તરફ ધ્યાન ન આપતાં) તમારી સ્તુતિ કરવા તત્પર થયો છું; એનું કારણ માત્ર વાચાળપણું જ છે. આ વાચાળપશું ખરેખર નિર્લજજ છે; લજ્જાશીલ મનુષ્યને પણ તે નિર્લજ્જ બનાવી દે છે. આ પ્રમાણે સર્વ પ્રકારના વાદીઓના મતો ભ્રમમૂલક છે, એમ કહીને માત્ર અદ્ભુત મત જ ભ્રમવશ નથી એમ સૂચિત કર્યું છે.
For Private and Personal Use Only