________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
શ્રી શિવમહિમ્ર સ્તોત્ર -~
-------------------------- - -- આયુર્વેદાદિ ચાર ઉપવેદો છે, તેમાં આયુર્વેદના કર્તા બ્રહ્મા અને અશ્વિનીકુમાર તથા ધવંતરિ છે. તેમાં નાના પ્રકારના રોગો અને તેમનું નિવારણ કરનારી ઔષધિઓનું નિરૂપણ છે. એ આયુર્વેદ પણ વૈરાગ્ય દ્વારા જ્ઞાનમાં જ પરિણમે છે, કેમ કે આયુર્વેદ પ્રમાણે રોગોની નિવૃત્તિ કરવા છતાં તેઓ ફરીથી ઉત્પન્ન થાય છે, માટે સર્વ રોગોનું મૂળ માત્ર અજ્ઞાન જ છે; અને એ અજ્ઞાનની નિવૃત્તિ તે માત્ર જ્ઞાનથી જ થાય છે. એવી રીતે આયુર્વેદ પણ જ્ઞાનમાં જ પરિણમે છે. ધનુર્વેદના રચનાર વિશ્વામિત્ર છે; તેમાં ક્ષત્રિયો માટે યુદ્ધના પ્રકાર અને નાના પ્રકારનાં શસ્ત્રાસ્ત્રોનો વિધિ દર્શાવેલ છે તે ઉપરથી દુષ્ટ લોકોને પરાજય કરી, પ્રજાપાલનરૂપ સ્વધર્માચરણ દ્વારા અંત:કરણની શુદ્ધિ કરાવીને ધનુર્વેદ પણ અંતે જ્ઞાનમાં પરિણમે છે. ગાંધર્વવેદના કર્તા ભરતમુનિ છે; તેમાં નાના પ્રકારના સ્વર, તાલ તથા ગીતા અને વાદ્યોની રીતિ બતાવેલી છે, તેથી તેનું પણ ગીતો અને વાદ્યો વડે ચિત્તની એકાગ્રતા દ્વારા જ્ઞાનમાં પરિણામ આવે છે. તેવી જ રીતે અર્થશાસ્ત્રનું પણ સમજવું. તેના કર્તા અનેક છે. તેમાં દ્રવ્ય સંપાદન કરવાના ઉપાયો છે, તેનું પણ વૈરાગ્ય દ્વારા જ્ઞાનમાં જ પરિણામ આવે છે, કેમ કે અનેક ઉપાય કરવા છતાં ભાગ્ય વિના દ્રવ્યની પ્રાપ્તિ થતી નથી.
- હવે વેદનાં છ અંગો વર્ણવીશું. તેમાં શિક્ષાના રચનાર પાણિનિ છે. વેદના સ્વરોના ઉચ્ચારણની રીતિ એમાં દર્શાવેલી છે તેથી વેદ ભણવામાં એ ઉપયોગી હોઈ વેદનું અંગ ગણાય છે. કલ્પસૂત્રના રચનારા કાત્યાયન અને આશ્વલાયનાદિક મુનિઓ છે, તેમાં વેદોકત કર્મોનાં અનુકાનને વિધિ કહેલો છે તે પણ વેદમાં ઉપયોગી હોવાથી
For Private and Personal Use Only