________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક સંપ્રદાયનું સંગમસ્થાન
પ્રતિકૂળ તકે પરિહાર કરીને તથા ભગવાનથી વિમુખ લોકોનું નિરાકરણ કરીને હવે સર્વ શાસ્ત્રોનું એક પરમાત્મામાં જ (સીધેસીધું કે આડકતરી રીતે) તાત્પર્ય અથવા પર્યવસાન છે, તે બતાવતાં સ્તુતિ કરે છે
त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च। रुचीनां वैचित्र्याटजुकुटिलनानापथजुषां नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥ ७॥
ત્રણ વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પાશુપત દર્શન અને વૈષ્ણવ દર્શન–એમ ભિન્ન ભિન્ન શાસ્ત્રો અને તેના માર્ગો હોવાથી “આ છોક છે અને આ હિતકર છે” એમ રુચિઓની વિચિત્રતાને લીધે હે પ્રભો! સરળ અને કુટિલ એવા જુદા જુદા માર્ગોને આશ્રય કરનારાઓનેજેમ પાણી સમુદ્રને મળે છે, તેમ–તમે જ પ્રાપ્ત થાઓ છો. ૭
હે પ્રભો! અનેક સરળ અને કુટિલ માર્ગોનું અનુસરણ કરનારા અધિકારી તથા અધિકારી સર્વ લોકોના સાક્ષાત અથવા પરંપરા વડે તમે એક જ પામવા યોગ્ય છે; તમારા સિવાય બીજો પામવા યોગ્ય કોઈ નથી. જેવી રીતે ગંગા, નર્મદા, ગોદાવરી વગેરે નદીઓ સીધેસીધી સમુદ્રને મળે છે, અને યમુના, સરયુ, ગોમતી વગેરે
For Private and Personal Use Only