________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાક્યપુષ્પથી પુષ્પદંતની શિવપૂજા
પરમાત્માની સાચી સ્તુતિ કરવી તો અશકય છે; તોપણ “મમ વેતા વળ” એ ત્રીજા શ્લોકના ઉત્તરાર્ધથી આરંભેલા સ્તોત્રનો ઉપસંહાર કરતા પુષ્પદંત પોતાનો વિનય દર્શાવતાં કહે છે: कृशपरिणतिचेतः क्लेशवश्यं क चेदं। क च तर गुगसीमोल्लंघिनी शश्वदृद्धिः॥ इति चकितममन्दीकृत्य मां भक्तिराधाद्वरद चरणयोस्ते वाक्यपुष्पोपहारम् ।।३१॥
હે વરદાન આપનાર ઈશ્વર ! મારું અલ્પ વિષયવાળું અને કલેશને વશ થયેલું ચિત્ત કયાં? અને ગુણોની સંખ્યા તથા માપરૂપી) સીમા( હદ)ને ઓળંગી જનારી આપની નિત્ય સમૃદ્ધિ કયાં? આ રીતે ભયભીત બનેલા મને બળાત્કારે સ્તુતિમાં પ્રવર્તાવી (અર્થાત ધીરજ આપીને આગળ ધપાવી) ભકિતએ આપના ચરણમાં (પૂર્વોકત) વાકયપુષ્પોની ભેટ અર્પણ કરાવી છે. ૩૧
હે ઇષ્ટ વર આપનાર મહાદેવ! અલ્પવિષયક જ્ઞાનવાળું અને અવિદ્યાદિ અનેક દોષોને લીધે મલિન થયેલું મારું મન
ક્યાં? અને ગુણની સીમાની–હદને ઓળંગી જનારી તમારી નિત્ય સંપત્તિ ક્યાં? આવા હેતુથી ડરી જઈ અતિથી ચલિત થતા મને તમારી ભકિતએ આ સ્તુતિ કરવાના વિષયમાં બળાત્કારે પ્રવૃત્ત કર્યો છે અને ચાતુર્ય આપી મારા મુખમાંથી નીકળેલા વાક્યોરૂપી પુષ્પો વડે તમારા ચરણોમાં પૂજા માટેની અંજલિ
For Private and Personal Use Only