________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશિવમહિમ્ર સ્તોત્ર
સત્ત્વગુણ અને રજોગુણ કરતાં તમોગુણની જેમાં અધિકતા હોય છે એવા હર (રુદ્રમૂર્તિ) સ્વરૂપ ધારણ કરતા આપને મારા વંદન હે. વળી સમસ્ત જગતના સુખ માટે જેમાં રજોગુણ અને તમેગુણથી સવગુણ ચડિયાતો હોય છે એવા મૃડરૂપ (મૃથતિ મુવતિ હૃતિ મૃલો વિ.) અર્થાત્ વિષ્ણુરૂપ ધારણ કરતા તમને મારા પ્રણામ હો; એમ ત્રણ સ્વરૂપોને નમન કરી છેવટે નિર્ગુણ સ્વરૂપને સ્તોત્રકાર નમન કરે છે કે, હે પ્રભુ! જ્યોતિર્મય (માયા અને તેનાં કાર્ય જે દોષ છે તેનાથી રહિત) એવા નિર્ગુણપદ સ્વરૂપ શિવ(મંગળસ્વરૂપ)ને મારાં વંદન હો.
આ ઉપરથી સહજમાં સમજાશે કે બ્રહ્મા, વિષણ અને મહાદેવ–એ ત્રણ દેવો એકમાત્ર બ્રહ્મનાં જ જુદાં જુદાં સ્વરૂપે છે, માટે તેમાં ભેદબુદ્ધિ કરવી, એ ભીંત ભૂલવા જેવું છે.
આ શ્લેક હરિણી વૃત્તમાં છે. “નસમરસઃ પāરિળી મતા” એવું એનું સંસ્કૃત લક્ષણ છે. હવે જુઓ તેનું ગુજરાતી માપ:
નસમરસ ” એ ચારે, પગે હરિણની પળે; ‘વિરતિ, ઋતુએ વેદ અ, થતી કવિઓ કળે.’
ન, સ, મ, ૨ અને સ—એવા પાંચ ગણના પંદર અક્ષરો ઉપરાંત એક લઘુ અને એક ગુરુ અક્ષર મળી સત્તર અક્ષરો હરિણીમાં હોય છે, તેમાંના છે અને ચાર અક્ષરે વિરામ લઈ બાકીના સાત અક્ષરો બેલવાના છે.
For Private and Personal Use Only