________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તવન-૨ (રાગ-ભૈરવી-આશાવરી વાઘેશ્વરી) વિમલગિરિ ક્યું ન ભયે હમ મોર. સિદ્ધવડ રાયણ રૂપકી શાખા, ઝૂલત કરત ઝકોર. વિ૦ ૧. આવત સંઘ રચાવત અંગીયા, ગાવત ગુણ ઘનઘોર વિ૦ ૨. હમભી છત્ર કલા કરી નિરખત, કટને કર્મ કઠોર. વિ૦ ૩. મૂરત દેખ સદા મન હરખે, જૈસે ચંદ ચકોર. વિ૦ ૪. શ્રી રિસોસર દાસ તિહારો, અરજ કરત કરજોર. વિમલાગિરિ૦૫
સ્તવન-૩ આજ મારાં નયણાં સફળ થયા, શ્રી સિદ્ધાચલ નિરખી; ગિરિને વધાવે મોતીડે, મારા હૈયામાં હરખી. આજ૦ ૧ ધન્ય ધન્ય સોરઠ દેશને, જિહાં એ તીરથ જોડી, વિમલાચલ ગિરનારને, વંદુ બે કર જોડી. આજ૦ ૨ સાધુ અનંતા ઈશગિરિ, સિધ્યા અણસણ લેઈ; રામ પાંડવ નારદઋષિ, બીજા મુનિવર કેઈ. આજ૦ ૩ માનવભવ પામી કરી, નવિ એ તીરથ ભેટે; પાપકરમ જે આકરાં, કહો કેણી પેરે મટે. આજ૦ ૪ તીર્થરાજ સમરૂં સદા, સારે વિંછિત કાજ; દુઃખ દોહગ દૂર કરી; આપે અવિચલ રાજ. આ૦ ૫ સુખ અભિલાષી પ્રાણીયા, વછે અવિચલ સુખડાં, માણેકમુનિ ગિરિ ધ્યાનથી, ભાંગે ભવોભવ દુઃખડા. આજ૦ ૬
૫૬.
સ્તવન |
For Private And Personal Use Only