________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વન-૧
શેત્રુંજાગઢના વાસી રે, મુજરો માનો રે;
સેવકની સુણી વાતો હૈ, દિલમાં ધારજો રે. પ્રભુ મેં દીઠડો તુમ દેદાર,
આજ મને ઉપન્યો હરખ અપાર; સાહિબાની સેવા રે, ભવદુઃખ ભાંજશે રે, દાદાજીની સેવા રે, દુર્ગતિ વા૨શે રે, પ્રભુજીની સેવા રે, પાર ઉતારશે રે. ૧ એક અરજ અમારી રૈ, દિલમાં ધારજ્યો રે, ચોરાશી લાખ ફેરા રે, દુ૨ નિવારજ્યો રે; પ્રભુ મને દુર્ગતિ પડતો રાખ, રિસણ વ્હેલું રે દાખ. સાહિબા. ૨
દોલત સવાઈ રે સોરઠ દેશની રે,
બલિહારી હું જાઉં રે, પ્રભુ તારા વેશની રે;
પ્રભુ તારૂં રૂડું દીઠું રૂપ, મોહ્ય સુરનરવૃન્દને ભૂપ સાહિબા. ૩
તીરથ ન કોઈ રે, શેત્રુંજા સારિખું રે;
પ્રવચન પેખીને કીધું તારૂં પારખું રે; ૠષભને જોઈ જોઈ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેહ, સાહિબા, ૪
ભવોભવ માંગું રે, પ્રભુ તારી સેવના રે, ભાવઠ ન ભાંગે રે જગમાં જે વિના રે; પ્રભુ મારા પહોતા મનના કોડ, એમ કહે ઉદયરતન કરજોડ. સાહિબા. ૫
શત્રુંજય સ્તવના
For Private And Personal Use Only
૫૫