________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૦ શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૨ જે. ભક્તિ, પ્રભુની જ પૂજા, મહત્વવાળું જે દાન, ભાવનામાં જે હર્ષ અને હૃદયની જે નિર્મળતા જાવડમાં હતી, તેવી બીજે કઈ સ્થાનકે નહતી. કેમકે ગાયના દૂધમાં જે સ્વાદ હોય છે, તેવો આકડાના દૂધમાં હતો જ નથી.”
પછી સંઘપતિ સ્ત્રી સહિત દેવજ ચડાવવાને માટે મુક્તિરૂપ મંદિરના દ્વારસમાન પ્રાસાદના અગ્રભાગ ઉપર ચડશે. તે વખતે ત્યાં રહીને “અહા સંસારમાં હું ધન્ય છું; મારું ભાગ્ય અદ્ભુત છે, જેથી અન્યને મહાદુષ્કર અને નિર્દોષ એ તીર્થને ઉદ્ધાર મેં કર્યો. મારા ભાગ્યથી લબ્ધિવાળા, સંસાર સમુદ્રમાંથી તારનારા અને વિધ્રના મૂહને હરનારા શ્રી વાસ્વામી જેવા અને ગુરૂ મળ્યા. વળી જેનું બાહુબલિએ ધ્યાન કરેલું, મહાપ્રભાવ તથા સમૃદ્ધિવાળું અને જે બીજાને દુપ્રાપ્ય એવું પ્રભુનું બિંબ મને પ્રાપ્ત થયું, તેથી પણ હું ભાગ્યવાનું છું. આ મુક્તિને આપનારું શત્રુંજય તીર્થે દુપ્રાય થઈ પડ્યું હતું તેને મેં સુલભ કરી દીધું, તે પણ મારે મેટો ઉદય છે. શ્રીવાસ્વામીએ પ્રતિબોધે, સર્વ વિઘોને મર્દન કરનાર અને કોટી દેવતાઓએ સેવિત જે કપદ યક્ષ મારે પ્રત્યક્ષ થે, તે પણ મારે મહાન ભાગ્યોદય છે. આ મનુષ્ય ભવરૂપ વૃક્ષનું મુખ્ય ફળ આજ છે કે સંધને આગળ કરીને અહીં આવી શ્રીજિનેશ્વરને નમસ્કાર કરાય. આજે જ મારો જન્મ સફળ થયે, આજે જ મારે પ્રભાતકાળ કે, આજે જ મારી પર સર્વ દે સંતુષ્ટ થયા, અને આજેજ મારે સુમંગળ વૃદ્ધિ પામ્યું. આવું અદ્ભુત પુણ્ય કર્યા પછી પણ કર્મને વશ થયેલે પ્રાણી આક્ત, વૈદ્રાદિક ધ્યાનથી પિતાને કલંકિત કરે છે; અહા ! તે કેવા ખેદની વાત છે ! માટે હવે તો આ સંસારવાસ છોડી, જિનધ્યાનમાં પરાયણ થઈ જે હું સર્વ કર્મને ખપાવું, તો સિદ્ધિ મારી આગળજ છે. (દૂર નથી.)” આપ્રમાણે જાવડ અને તેની સ્ત્રીને શુભભાવનાથી ચિંતવન કરતાં ક્ષણવારમાં નિષ્કલંક શુભધ્યાન પ્રગટ થશે. હર્ષસંપત્તિના અત્યંત બાહુલ્યપણાથી અને આયુષ્ય પણ પૂર્ણ થવાથી હૃદયફોટપૂર્વક તેઓ ત્યાં જ મૃત્યુ પામી ચોથા દેવલોકમાં જશે. પછી અક્ષીણ વાસનાવાળા વ્યંતર દેવતાઓ તેમના ઉત્તમ દેહને લઈને ક્ષણવારમાં ક્ષીરસાગરમાં લેપન કરશે. સર્વ દેવતાઓ પ્રમુખને શુદ્ધ મન વચન કાયાથી માન્ય એવા તે નિત્ય શત્રુંજયનું સમરણ અને તીર્થને મહિમા વિસ્તાર છે.
શત્રુંજય પર આવેલો તેને ( જાવડને) પુત્ર જજનાગ અને સર્વ સંધ તે બંનેને નહિ જેવાથી ઘણે ખેદ પામશે. પછી ચક્રેશ્વરી દેવી આવીને ઈષ્ટ વચનની યુક્તિથી તેમને હર્ષદાયક વૃત્તાંત જણાવી તેમને અત્યંત આનંદ પમાડશે.
For Private and Personal Use Only