________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સર્ગ ૧૪ મો. ]
શ્રીપાર્શ્વનાથચરિત્ર.
૪૯૭
સાથે વાવા લાગ્યો તેથી અંધકારની જેમ સર્વતરફ પ્રસરેલું જળ ખાડાઓમાં, ખીણેામાં, નદીઓમાં અને ઝરાઓમાં ન માવા લાગ્યું. જેમ જેમ વજાની જેવી વિઘુતા અને જળ પ્રસરવા લાગ્યાં, તેમ તેમ પ્રભુના ધ્યાનરૂપી દીપક વૃદ્ધિ પામવા લાગ્યા. તે સમયે પૃથ્વીમાં જે સ્થિરતા હતી તે ન રહી, પૃથ્વી કંપાયમાન થવા લાગી. તેની સ્થિરતા પાર્શ્વનાથપ્રભુમાં આવીને રહી, કારણ કે તેના કંપાયમાન થયા છતાં પણ પ્રભુ ધ્યાનથી જરાપણ કંપિત થયા નહીં. વધતું જતું જળતું પૂર જો કે નીચગામી છે, તે છતાં પણ પ્રભુના સત્સંગથી ઊંચું થઇને પ્રભુની નાસિકા સુધી પ્રાપ્ત થયું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ સમયે જાણે તે જળપૂરના સંગથીજ થયું હોય તેમ ધરણ નાચંદ્રનું આ સન સમુદ્રમાં વહાણુની જેમ કંપાયમાન થયું. ત્યારે તેને વિચાર થયા કે, ‘ અરે ! મેની જેવું અચળ મારૂં આસન કાણે કંપાવ્યું ! કંપાવનારનું મરતક આ વજાથી ચૂર્ણ કરી નાખું. ' આવા કાપાટાપ કરીને તેણે અવધિજ્ઞાનવર્ડ જોયું, એટલે પ્રભુની તેવી સ્થિતિ જાણીને તે મનમાં ધણા ખેઢ પામ્યા. તત્કાળ પરિવારસહિત પ્રથમ શરીર ધરી ત્યાં આવીને તેણે પ્રભુની ઉપર પેાતાનું કાછત્ર ધારણ કર્યું, અને પ્રભુને પૃથ્વીથી ઉર્ધ્વ કરી પેાતાની ઉપર રાખ્યા. તે વખતે તેની ઇંદ્રાણીએ પ્રભુની પાસે સંગીત કરવા લાગી. સમદૃષ્ટિવાળા પ્રભુએ દેાષિત અને દાષમુક્ત બન્નેની ઉપર સમવૃત્તિ રાખી. ધરણેંદ્રના આવ્યા છતાં પણ જયારે તે મેધમાલી વૃષ્ટિના ઉપદ્રવથી વિરામ પામ્યા નહિ, ત્યારે ધરણેન્દ્રે ક્રોધથી પેાતાના સેવકાને તત્કાળ શત્રુઓનેા નાશ કરવાની આજ્ઞા કરી. કાપથી રક્તનેત્રવાળા તેઓને જોઈ અમં બુદ્ધિવાળા મેધમાલી તત્કાળ નાસીને પ્રભુને શરણે આવ્યા, અને મેધના સમૂહને સંહરી લઈને તે ભક્તિથી એલ્યા—“હે સ્વામી! મેં જે અજ્ઞાનથી કર્યું તેને માટે મારી ઉપર ક્ષમા કરો. હું વિશ્વજનના સ્વામી ! આજથી હું તમારો દાસ છું. તમે સદા દયાના આધાર છે, માટે મારી પર વિશેષ દયા કરી. હે નાથ ! ત્રણ લેાકના રક્ષણને કરનારા એવા તમે જો મારી ઉપર રીસ કરશેા તા તે યુક્ત નથી, કેમકે પેાતાનાં તેજથી ખદ્યોતની સાથે દ્વેષ કરનાર સૂર્ય શું લજ્જા ન પામે ?''
૧ સર્પનું.
૬૩
આપ્રમાણે તે કમઠાસુર ધરËદ્રની જેમ પાર્શ્વનાથપ્રભુના સેવક થઇને રહ્યો, અને ત્યારથી ધરણેંદ્રના અનુમતથી તે સંધનાં સર્વ વિદ્યોના નાશ કરવા લાગ્યા. ધરણુંદ્ર અને કમઠાસુર વિગેરે પાતાની ઇચ્છિત કામના પૂર્ણ થવાથી પાર્શ્વનાથ
For Private and Personal Use Only