________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૬
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જો.
ધ્યાન ધરેછે, તેને સિદ્ધિ દૂર રહેતી નથી. જે પ્રાણી ધ્યાન ધરતાં ક્ષુદ્ર ઉપસૌથી ક્ષેાભ પામતા નથી તે પ્રાણી સિંહને પણ જીતનારા થાય છે અને સિહના ફુંફાડાથી શિયાળની જેમ તેનાં દુઃખ માત્ર નષ્ટ પામેછે. તે તીર્થમાં ગુરૂના વાક્યથી બ્રહ્મચારી, મિતાહારી, દાંત, અને અંતરંગ શત્રુને જિતનાર થઈને જે મંત્રજાપ કરેછે, તે ચેડા કાળમાં સિદ્ધિને મેળવેછે. અહિં પાર્શ્વનાથ પ્રભુએ શિવપુરીના કૌશાંબક નામના વનમાં કાયાત્સર્ગ કર્યો. ત્યા ધરણેંદ્ર વંદના કર વાને આવ્યેા. ‘ આ પ્રમાણે કરવાથી મારા ભત્રતાપ નાશ પામશે' એવું ધારી ધરણનાગે પ્રભુની ઉપર આતપ નિવારે તેવું પેાતાની ફણાનું છત્ર કર્યું, અને તેના અંતઃપુરની સ્ત્રીઓએ આવીને પ્રભુની આગળ સંગીત કર્યું. “ તેવા પુરૂષાની ભક્તિરૂપી વલ્લી એવી રીતેજ પાવિત થાયછે. ” ત્યારથી તે ઠેકાણે અહિચ્છત્રા નામે પુરી થઇ. “ જ્યાં જ્યાં મહત્પુરૂષા પ્રવર્ત્ત ત્યાં ત્યાં તે વિખ્યાતિને પામેછે.” તે અહિચ્છત્રાપુરીમાં જઇને જે પાર્શ્વનાથ પ્રભુને નમેછે, તે અખંડિત પદ્મ મેળવીને જગત્ના લૉકાથી નમાયછે.
ત્યાંથી પ્રભુ રાજપુરમાં કાર્યોત્સર્ગ કરીને સ્થિર રહ્યા. ત્યાંના રાજા ઈશ્વરે આવીને હર્ષથી વંદના કરી. પ્રભુના દર્શનથી પોતાના પૂર્વભવ જાણીને ત્યાં તે રાજાએ મેઢા પ્રાસાદ કરાબ્યા, તેમાં ઈશ્વરરાજાએ પાતાના પૂર્વભવની કુકડાની મૂર્ત્તિ કરાવી, તેથી એ તીર્થ કુફ્રુટેશ્વર એવા નામથી પ્રખ્યાત થયું. તે તીર્થમાં દેવતા સાંનિધ્ય કરીને રહેલા છે. તેએ કલ્પવૃક્ષની જેમ તે તીર્થનું ધ્યાન કરનારા પ્રાણીઓના મનેરથને સદા પૂરેછે. જે ભક્તિમાન્ પુરૂષ ત્યાં રહેલા પ્રભુનું નિત્ય ધ્યાન ધરેછે, તે પૂર્ણકામ પુરૂષના ધરમાં દેવતાઓ કિંકર થઇને રહેછે,
આ
ત્યાંથી આગળ ચાલતાં પાર્શ્વનાથપ્રભુ કાઈ નગરની પાસેના તાપસના શ્રમની નજીક કુકર્મને દૂર કરવામાટે કાર્યાત્સર્ગ કરીને રહ્યા. તે સમયે પૂર્વના દશ ભવના શત્રુ કઠાસુર' ત્યાં આવી છળ શોધીને પ્રભુને અદ્ભુત ઉપસર્ગ કરવા લાગ્યા. દીપડા, હાથી, સિંહ, વૈતાળ, સર્પ અને વીંછીના ઉપસર્ગથી જ્યારે પ્રભુ ક્ષેાભ પામ્યા નહીં ત્યારે તેણે આકાશમાં મેધ વિકાઁ, વૃક્ષને ઉમેળતા અને અળથી પાષાણાને ઉડાડતા જાણે કલ્પાંતનો આરંભ કરતા હોય તેમ ક્રૂસહુ વાયુ વાવા લાગ્યા. પૃથ્વીને ફાડતા, પર્વતાને તાડતા અને હાથીને ત્રાસ પમાડતા મેધ પ્રભુને ક્ષેાલ કરવા માટે મહાનિહૂર ગર્જના કરવા લાગ્યો. પેાતાને પૃથ્વીમાં પેસવાને ચાગ્ય જાણે ખાડા કરતા હોય તેમ મેધ માટી તીવ્ર ધારાએથી વિદ્યુત્પાત
૧ કમઠાસુર ને કટાસુર અન્ને નામ નીકળેછે.
For Private and Personal Use Only