________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७१ શત્રુંજય માહા....
[ ખંડ ૨ જે. પાપથી રહિત થઈને શુદ્ધ થયું છે. અંબાકુંડન જળવડે સ્નાન કરવાથી અને શુભ ધ્યાનથી તારું અશુભકર્મ બધું ક્ષીણ થઈ ગયું છે, માટે હવે શ્રી નેમિનાથને આશ્રય કર.” આવી આકાશવાણું સાંભળીને મનમાં હર્ષ પામતા વિશિષ્ટ તત્કાલ નેમિનાથના ચૈત્યમાં જઈને તેમને નમરકાર કર્યો. સદ્ભક્તિવડે સ્તુતિ કરી, સમાન ધિથી ધ્યાન કરી અને અત્યંત તપ આચરીને તેણે અવધિજ્ઞાનને પ્રાપ્ત કર્યું. પ્રાંતે પ્રથમને તાપસ વેષજ રાખી જિનધ્યાનમાં પરાયણ થઈ તે વિશિષ્ટ મુનિ પરમ ઋદ્ધિથી પવિત્રિત એવા દેવપણાને પામ્યા. અહિં વિશિષ્ટને હત્યાદેષ મટી ગયે હતો, તેથી હે કૃષ્ણ! આ પવિત્ર કુંડ તેના નામથી લેકમાં પ્રસિદ્ધ થશે. આ કુંડના જળસંસર્ગથી ઘાત, વ્યાધિ, પથરી, પ્રમેહ, કુષ્ટ, દદુ વિગેરે રોગો નાશ પામે છે, તેજપ્રમાણે દુસ્તર હત્યા પણ નાશ પામે છે.
આ પ્રમાણે ઈંદ્રની પાસેથી કુંડની ઉત્પત્તિ સાંભળીને તેમાંથી જળ લઈ કૃષ્ણ નેમિનાથના મંદિરમાં આવ્યા. ત્યાં ઈંદ્રોની સાથે પ્રભુને સ્નાત્ર કરીને અગરચંદનવડે વિધિથી પૂજા કરી. પછી કૃષ્ણ આરતી ઉતારી ઉત્સવ સાથે સુવર્ણ, રત અને મણિનાં દાન આપીને ત્યાંથી સુવર્ણ ચૈત્યમાં રહેલા પ્રભુના ચરણની પૂજા કરી. ભક્તિરૂપ દામ–દેરડાથી ઉદરમાં બંધાયા, તેથી દામોદર એવું નામ ધારણ કરીને દાદર નામના દ્વારમાં કૃષ્ણ પિતાની મૂર્તિ કરાવી, અને અધિક ભક્તિ જણાવતા કૃષ્ણ પિતાના મરતકપર નેમિનાથના બિંબને ધારણ કરીને પોતે જ કારપાળ થયા.
જયાં પ્રભુએ પોતાનું વસ્ત્ર મૂક્યું હતું, તે વસ્ત્રાપથ નામના તીર્થમાં કાલમેઘ નામે એક શાસન કરનાર ક્ષેત્રપતિ થયો હતો અને પિતાના જળમાં નાન કરનારા પ્રાણુઓને અમલ–નિર્મલ કરવાથી અમલકીર્તિ નામની ત્યાં એને ક સરિતા હતી, તેમાં ભવ નામે દેવતાને અધિપતિ રહેતો હતો. તે ભવ પૂર્વે કઈ દુર્ભવી મૃગ હતો. વનમાં ભટકતાં કોઈ મુનિની પાસેથી રેવતાચલ તીર્થનું માહાઓ સાંભળી તે ત્યાં આવ્યું. એક વખતે દાવાનલ સળગવાથી તેવડે બલતાં મૃગલીની સાથે તે જળ પાસે આવ્યું. કંડને જોઈ તીર્થની ભાવનાથી તે તેમાં પડે, જેથી મૃત્યુ પામીને તે ત્યાંજ ભવ નામે દેવતા , અને તે મૃગી મરણ પામીને કુંડની અધિષ્ઠાયક દેવી તરીકે વિખ્યાત થઈ. ત્યારથી તે કુંડ અને દેવ બનેને સર્વ મનુષ્ય નિત્ય પૂજવા લાગ્યા, અને તેઓ જિનેશ્વરની ભક્તિ કરવા લાગ્યા.
કર્ણાટક દેશમાં ચક્રપાણિ નામે એક રાજા થયે. તેને પ્રિયંગમંજરી નામે એક ગુણથી ઉજવલ પતી હતી. અન્યદા તેણે નારીની જેવા મનોહર દેહવાળી
For Private and Personal Use Only