________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૩ મો. ] વિશિષ્ટ તાપસન વૃત્તાંત.
૭૫ પર ઘા કર્યો. તે ઘા લાગતાં જ ફાટી ગયેલા તેના ઉદરમાંથી એક બચ્ચે નીકળી પડ્યું, અને ખરીઓથી પૃથ્વીને ઉખેડતી મૃગલીએ ઘાની પીડાથી તત્કાળ પ્રાણ છોડી દીધા. તેમજ બચ્ચે પણ મરણ પામ્યું. તે જોઈ વિશિષ્ટ તાપસ અંતરમાં ઘણું કચવાયે, અને લેકે તેને “બાલસ્ત્રીઘાતક ” એમ કહીને હસવા લાગ્યા. તેનું પ્રાયશ્ચિત્ત લેવાની ઈચ્છાથી એ પાપભીરૂ વિશિષ્ટ અનુચને છેડી દઈને એ
વાદળાની જેમ નદીઓ, કહે, ગિરિ, ગ્રામ અને સમુદ્રતીરે ભમવા લાગે. એવી રીતે અડસઠ તીર્થોમાં જઈ આવીને પિતાના આત્માને પવિત્ર માનતો એ તાપસ પુનઃ પિતાના સ્થાનમાં આવ્યા. તે સમયે કોઈ જ્ઞાન પવિત્ર જૈનમુનિ તેની પર્ણકુટી પાસે આવીને કાઉસ્સગ ધાને સ્થિર રહ્યા. એ વખતે તેની નજીકના નગરના લેકે સંશયરૂપ અંધકારમાં સૂર્યસમાન એ મુનિને આવેલા જાણીને ભક્તિથી તેમને પ્રણામ કરવા ત્યાં આવ્યા. સર્વના પૂર્વભવોનું વ્યાખ્યાન કરતા તે મુનિને સાંભળીને વિશિષ્ટ તેમની પાસે આવી પૂછ્યું કે, “મારામાં હવે તે પાપકર્મ રહ્યું છે કે નહિ ? 'મુનિ બોલ્યા-ક્ષેત્ર અને તપસ્યા વિના માત્ર પર્વત નદી વિગેરેમાં ભમવાથી તેવું નિવિડ કર્મ કેમ ક્ષય થઈ જાય તેવા કર્મને તોડનાર રૈવતાચલ તીર્થવિના મિથ્યાત્વ તીર્થમાં ભ્રમણ કરવાથી તે ફક્ત કલેશજ થાય છે.” વિશિષ્ટ કહ્યું, “હે મુનિ! તમે જે ક્ષેત્ર અને તપ કર્યું, તે મારા પાપની શાંતિને માટે વિરતારથી કહે.મુનિ બોલ્યા-સૌરાષ્ટ્રદેશમાં રેવતાચલગિરિ ઊત્તમ ક્ષેત્ર છે અને પાંચ ઇંદ્રિયને નિગ્રહ કરીને શ્રી અરિષ્ટનેમિનું ત્યાં આરાધન કરવું તે તપ છે. જે તારે પાપને ભય હોય અને નિર્મલ પુણ્યની પ્રાપ્તિ કરવી હોય તે સગતિને આપવામાં જામીનરૂપ તે રૈવતગિરિને આશ્રય કરે.” તે સાંભળીને તેમના ઉત્તમ બેધને હૃદયમાં ધરતો અને નેત્રને પ્રફુલ્લિત કરતે વિશિષ્ટ ચંડાલના પાડાની જેમ તે આશ્રમસ્થાન છેડીને ત્યાંથી ચાલતે થે. અનુક્રમે તમાલવૃક્ષના જેવા શ્યામ અને ફુરણાયમાન તેજથી પ્રકાશિત શ્રીનેમિનાથનું મરણ કરતો મનના વેગે ઉતાવળે તે રૈવતાચલે આવ્યું. પ્રભુની પ્રભાથી પ્રકાશમાન મુખ્ય શિખરને પ્રદક્ષિણા કરીને મન વચન કાયાના શુભયેગથી પ્રકાશિત થયેલે તે ઉત્તરદિશા ના માર્ગથી ગિરિરાજ ઉપર ચડ્યો. દક્ષિણ તરફ અંબાગિરિની છત્રશિલાને છેડી તે અંબાકુંડ પાસે આવ્યો અને ત્યાં તેના જળથી તેણે સ્નાન કર્યું. નાન કરતાં હૃદયકમળમાં સ્ફટિકમણિ જેવા નિર્મલ આહંત તેજનું ધ્યાન કરતો તે તાપસ સદધ્યાનના બલથી પૂર્વે કરેલા પાપરૂપ બેય વસ્તુને ભુલી ગયે. જેવો નાન કરીને તે બહાર નીકળે, તેવી જ આકાશવાણ થઈ કે, “હે મુનિ! તું હત્યાના
For Private and Personal Use Only