________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
ત્યાંજ ઘણું મુનિઓ સાથે અનશન કરી સિદ્ધિ પામ્યા છે તેથી તે ગિરિ પુંડરીક ગિરિના નામથી પણ ઓળખાય છે. એ સિવાય નમિ, વિનમિ, દ્રાવિડ, વાલિખિલ્ય, શાંબ, પ્રઘુમ, રામ, પાંડવ ભરત, કદંબ ગણધર અને થાવસ્થા કુમાર વિગેરે અનેક મહાત્માએ સંખ્યાબંધ સાધુઓની સાથે ત્યાં આવેલા, રહેલા, વિચરેલા અને અનશન કરી પ્રાંતે મોક્ષપદને પ્રાપ્ત થયેલા છે. કેવળી ભગવાન એટલે સુધી કહી ગયા છે કે એ તીર્થને કાંકરે કાંકરે અનંતા પ્રાણી સિદ્ધિપદ પામેલા છે. એ પર્વતની કઈપણ જગ્યા એવી નથી કે જ્યાં એક પણ મહાત્મા સિદ્ધિપદ પામ્યા નહીં હોય. આથીજ એ પર્વતની સઘળી ભૂમિકા પવિત્ર ગણાય છે અને તેની આશાતના કરવાનું વર્જિત છે. શુક રાજાએ એ તીર્થને વિષે છ માસ ધ્યાન કરવાથી પિતાનું રાજ્ય મેળવ્યું હતું અને બાહ્ય તથા અંતર શત્રુઓને જીત્યા હતા, તેથીજ વર્તમાન સમયે પ્રવર્તતું “શત્રુંજય” નામ તેણે સ્થાપિત કર્યું હતું. અનેક મહાત્માઓના ચરણસ્પર્શ, વિહાર અને નિર્વાણ એ પર્વત ઉપર થયેલા છે, તેથી તે તીર્થનું માહાસ્ય અવર્ણનીય છે. એટલે સુધી એ તીર્થનું માહાસ્ય કહેલું છે કે પાપી અથવા અભવ્ય માણસ તેને નજરે પણ જોવા ન પામે અને તે સત્ય છે કારણકે મૂર્તિમાન પુણ્યરૂપ એ પવિત્ર પર્વતનું દર્શન કરવાથી પાપવિપાક રહેજ કેમ? અને જેના રહેવાના હોય તેને પવિત્ર ભૂમિનાં દર્શન પણ કયાંથી ? મહાદુરાચાર સેવનારા ચંદ્રશેખર રાજા જેવા કેટલાએક પાપકર્મીઓ એ તીર્થના દર્શનથી પાપમુક્ત થઈ મોક્ષગામી થયા છે એજ એ સત્યતાની સિદ્ધિ છે.
એ પવિત્ર શત્રુંજય પર્વત સૌરાષ્ટ્ર-કાઠીઆવાડના ગોહિલવાડ પ્રાંતમાં પાલીતાણા શહેરની નજીક છે. એ પર્વતને આકાર ઉત્તમ છે, દેખાવ મનહર છે અને દૂરથી જોતાં ઘણે રળીયામણે દેખાય છે. એ તીર્થના દ્રવ્યને વહીવટ કરવા માટે તથા ઉપરનાં દેહેરાંઓની સંભાળ રાખવામાટે આખા ભારતવર્ષના જૈનસમુદાય તરફથી સ્થપાયેલી આણંદજી કલ્યાણજીના નામની પેઢીની પાલીતાણામાં દુકાન છે. યાત્રાળુઓને ઉતરવામાટે દ્રવ્યવાન પુરૂષની બનાવેલી ઘણી ધર્મશાળાઓ એ શહેરમાં છે. ડુંગર ઉપર ચડવાના પાલીતાણા શહેરથી, ઘેટીથી, રહીશાળાથી, આદપર પાસેથી, શેત્રુંજી નદી તરફથી–એમ ઘણું રસ્તા છે પણ એ સર્વમાં પાલીતાણા શહેર તરફથી ચડવાને મુખ્ય રસ્ત છે. ગામથી તલાટી જવાને રસ્તે સીધે અને સડક બાંધેલી છે. તલાટી ગામથી આશરે એક માઈલ દૂર છે. યાત્રાળુઓને નિરાંતે બેસવા માટે સમુદાય તરફથી એક સારું વિશ્રામસ્થાન કરવામાં આવેલું છે. ત્યાં પાણીની પણ બહુ સારી સગવડ છે. અહીંથી ચઢાવ શરૂ થાય છે. શરૂઆતમાંજ મુર્શિદાબાદના બાબુ ધનપતિસિંહજીનું કરાવેલું સુંદર દેરાશર છે. ચડાવને રસ્તે સારો સગવડવાળે છે. થોડે થોડે. અંતરે ભાગ્યશાલીઓએ કરાવેલા વિશામાં તથા પાણીની પરબે છે. અર્ધ રસ્તા એટલે હિંગલાજના હડા સુધીને કેટલેક ચઢાવ જરા કઠિન છે તેપણું પગથી વિગેરેની એવી સારી સગવડ છે કે ચઢનારને મુશ્કેલી લાગતી નથી. ઘણું વિશામા, કુંડે, પરબ અને પગલાંની દેરીઓને વટાવી છેક મથાળાના પર્વતની તળા
For Private and Personal Use Only