________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેલી આવૃત્તિની પ્રસ્તાવના.
દરેક ભવ્ય મનુષ્ય શુભાશુભ કર્મથી મુક્ત થઈ પ્રાંતે મોક્ષપ્રાપ્તિની અભિલાષા રાખે છે. તેનું સાધન માત્ર ધર્મજ છે. ધર્મસાધનના પ્રકાર ઘણું છે. તીર્થભૂમિની યાત્રા એ પણ શુભ ધર્મનું નિમિત્ત છે. કહ્યું છે કે તાંતિનીવામિમિતિ તીર્થ-જ્યાં પ્રાણ તરે તે તીર્થ એટલે જે ભૂમિના સ્પર્શથી, દર્શનથી અને ત્યાં સ્થાપિત થયેલ તીર્થનાયકની પૂજા વિગેરેથી મનુષ્ય સંસાર સમુદ્રથી પાર પામે તે ભૂમિ તીર્થભૂમિ કહેવાય છે.
તીર્થ બે પ્રકારના છે. સ્થાવર તીર્થ અને જંગમ તીર્થ. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાએ ચતુર્વિધ સંઘ જંગમ તીર્થ કહેવાય છે અને શત્રુંજય, ગીરનાર, આબુ, તારંગાઇ સમેતશિખર અને બીજા તીર્થકર ભગવાનના કલ્યાણકનાં સ્થાને એ સ્થાવર તીર્થ કહેવાય છે. એ તીર્થભૂમિઓનાં અને ત્યાનાં ચિનાં દર્શન કરવાં, પૂજા કરવી, ધ્યાન કરવું એ સર્વ પુણ્યબંધના હેતુ છે. એકપણ મહાત્માના દર્શનથી, સંગથી કે તેની સેવાભક્તિ કરવાથી મનુષ્ય ઊંચગતિગામી થાય છે તે અનેક મહાત્માઓના જે ભૂમિએ ચરણ સ્પર્શ થયા હોય, જ્યાં એવા મહાત્માઓએ ઘણા કાળ સુધી સ્થિતિ કરી હોય અથવા જ્યાં પરમપૂજ્ય તીર્થંકર ભગવાનના જન્મ નિર્વાણદિ કલ્યાણક થયા હોય તે ભૂમિનાં દર્શન, પૂજાથી પુણ્ય પ્રાપ્તિ કરી મનુષ્ય ઉત્તમગતિને એગ્ય થાય એમાં શું આ શ્ચર્ય! ગુણ પુરૂષના ગુણના સાધનરૂપ અનંત નિર્મળ ગુગળ પરમાણુઓ ત્યાં રહ્યા હોય છે તેથી જ તે ભૂમિ પવિત્ર ગણાય છે. યાત્રા કરનારને તેવા ઉત્તમ પુદગળ પરમાણુઓને સ્પર્શ થવાથી તેની વૃત્તિ પણ નિર્મળ થાય છે, શુભકાર્ય કરવાના તથા ઉચ્ચભાવથી દર્શન પૂજા કરવાના ભાવ પ્રગટ થાય છે અને તેથી જ તે સ્થાનકે પ્રાણુ ઉંચા પ્રકારને પુણ્યબંધ કરે છે. શ્રીમાન્ આચારાંગજી તથા મહા૫ વિગેરે સૂત્રેામાં તીર્થભૂમિની યાત્રા કરવાથી મહદુલાભ થવા વિષે વિવેચન છે.
ઉપર જણાવેલાં સ્થાવર તીર્થોમાં શત્રુંજય એ મુખ્ય તીર્થ છે. પર્વતમાં જેમ મેરૂ પર્વત, નદીઓમાં જેમ ગંગા, મુનિગણમાં જેમ જિનેશ્વર, વૃક્ષમાં જેમ કલ્પવૃક્ષ તેમ તીર્થમાં શત્રુંજય તીર્થ સર્વથી શ્રેષ્ઠ છે. એ તીર્થ શાશ્વત્ છે એટલે કે કોઈ પણ કાળે એ તીર્થને નાશ થવાને નથી. ડા, ઝાઝા વિસ્તારમાં ગમે ત્યારે પણ એ પર્વત રહેવાને એમ અનેક તીર્થકર કહી ગયા છે. એ પર્વત ઉપર પૂર્વ અનેક તીર્થકર, ગણધર અને મુનિઓ આવ્યા છે અને સિદ્ધિપદ પામ્યા છે તેથી એ તીર્થનું મુખ્ય નામ તે સિદ્ધાચલ છે. આ વિશીમાં શ્રીમાન નેમિનાથ સિવાયના વેવાશે તીર્થંકર મહારાજા
ત્યાં આવી ગયેલા છે. આદ્ય તીર્થંકર શ્રીમાન ઋષભદેવજી તે પૂર્વ નવાણુવાર ત્યાં સમવસરેલા છે અને અજીતનાથ તથા શાંતિનાથજીએ ચતુર્માસ કરેલા છે. પ્રથમ તીર્થંકરના ગણધર મહારાજા કુંડરીક સ્વામીએ એ તીર્થને મહિમા વધારેલે, અને પોતે
For Private and Personal Use Only