________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૪
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડર જો.
ધનુષ્યધારી નેમિનાથને સિંહાસનપર બેસારી કૃષ્ણે વિવાહ યોગ્ય વસ્રાદિ ધારણ કરાવ્યાં. પછી કૃષ્ણે ઉગ્રસેનને મંદિરે જઈ રાજિમતી બાળાને આદરથી કસુંબી વસ્ત્રો પહેરાવ્યાં.
પ્રાતઃકાલે શરીરપર ગાશીર્ષ ચંદન લગાવી, શ્વેત શૃંગાર અને વસ્રો ધરી, ચામર તથા છત્રથી મંડિત થઇ, આગળ ચાલતા કાટિંગમે રાજકુમાર અને દેવતાઓથી વીંટાઈ શ્રી નેમિનાથ પ્રભુ શ્વેત અશ્વવાળા ઉત્તમ રથ ઉપર આરૂઢ થયા. તેમની પછવાડે આભૂષણેાની કાંતિથી આકાશને પ્રકાશિત કરતી અંતઃપુરની સર્વે સ્ત્રીઓ શિબિકામાં બેસીને ચાલી. તે વખતે ધવળમંગળ ગવાતાં હતાં, નન્તેકીજન નાચતા હતા, બંદીજના સ્તુતિ કરતા હતા અને અનેક પ્રકારનાં વાજિત્રો વાગતાં હતાં. એ પ્રમાણે કાટિ નેત્રોથી જોવાતા, કવીશ્વરાએ સ્તવાતા, ૨મણીએથી વધાવાતા, દેવકૃત મહેાત્સવને જોતા અને ભવનાટકનું ચિંતવન કરતા નેમિકુમાર પેાતાને ઘેરથી રાજમાર્ગે થઇને ચાલતાં અનુક્રમે ઉગ્રસેનનાં મંદિર પાસે આવ્યા.
*
એ સમયે રાજિમતી સ્નાન કરી સર્વે આભૂષણે ભૂષિત થઈ શ્વેતમાળા અને વસ્ત્ર ધરવાથી જાણે તારાવાળી પૂર્ણિમાની રાત્રિ હોય તેવી દેખાવા લાગી. સમાન વયની સખીઓના વૃંદથી પરવરેલી હાવાથી કમલિનીથી વીંટાએલી લક્ષ્મીની જેવી દેખાતી તે પોતાના વરના આવવાનાં વાજિંત્રો સાંભળી અંગમાં પ્રફુલ્લિત થઇ ગઈ. તેના ભાવ જાણી સખીએ પૂછ્યું, ‘ સખી રાજિતિ! તમે યા તીર્થમાં જિનેશ્વરની આરાધના કરી હતી કે જેથી આવા ઉત્તમ વર પામ્યા ? હૈ સુંદિર! જેને દેવતાઓ નમસ્કાર કરે છે અને જે જગત્ના પ્રભુ છે, તે પ્રભુના આગમનનાં વાજિંત્રો વાગે છે તે સાંભળે. જો કે અમે તમારા અંતરમાં રહેલા નેમિનાથને જોઇએ છીએ, અને તમે પણ જુએ છે, તથાપિ જો તમે પ્રસન્ન હૈ। તે આપણે એને માર્ગમાં આવતા પણ જોઈએ.' આ પ્રમાણે સાંભળી રાજિમતી નૂપુરના રવથી કામદેવને જીવાડતી સખીઓની સાથે ગેાખમાં આવીને બેઠી. નેત્રસ્ફારિત કરીને જોતી રાજિમતીને સખીએ કહ્યું ‘ હૈ સખિ ! હે સખિ ! આ જો, આ તારા ત્રૈલેાકય સુંદર પતિ નેમિનાથ આવે છે. જીએ, આ બે ચામરની સાથે તેમની સુખન્ત્યાહ્ના મળી જવાથી ગંગાના ઉર્મિ સાથે મળેલી યમુના નદીના જેવી દેખાય છે. હૈ સખિ! આ તેમના મસ્તકપર રહેલું પૂર્ણચંદ્ર જેવું શ્વેત છત્ર કમળમાં લુબ્ધ થચેલ હંસની શાભા બતાવે છે. આવા લોકોત્તર નેમિનાથને પેાતાની દૃષ્ટિવડે જોઈ રાજિમતી વિચારવા લાગી કે જો આ નેમિજ મારા પતિ થાય તે મારૂં મોટું
'
For Private and Personal Use Only