________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૩ મો. ] રાજિમતી સાથે નેમિનાથના લગ્નની તૈયારીઓ.
૫૩ આજસુધી થયેલા બધા તીર્થકરો ગૃહસ્થાશ્રમી થઈ રાજય ભોગવીને પછી દીક્ષા લઈ નિવૃત્તિ પામ્યા છે, પણ આ તો કેઈ નવીન તીર્થંકર થયા જણાય છે.” પછી સત્યભામાએ પણ આગ્રહથી કહ્યું ત્યારે નેમિનાથ વિચાર કરવા લાગ્યા આ સર્વ પિતે તો સંસારમાં પડ્યા છે અને બીજાને પાડવા ઈચ્છે છે, પણ હમણાં તો આ સર્વને આગ્રહ મારે માત્ર વાણીથી સ્વીકારો. પછી કાંઈ મિષ કરીને હું મારા આત્માની ઇચ્છા પૂર્ણ કરીશ.' આ વિચાર કરી પ્રભુ બોલ્યા “તમે જે ઈચ્છો છો તે હું કરીશ. જે પિતાના કાર્યને અવસર જાણે છે તેજ ચતુર ગણાય છે. ' આ પ્રમાણે નેમિકુમારનાં વચન સાંભળી હર્ષ પામેલા કૃષ્ણ નેમિનાથને હાથી પર બેસારી પ્રિયાએસહિત દ્વારકામાં આવ્યા. પછી નેમિનાથે પરણવાનું કબૂલ કર્યું, તે વાર્તા રાજા સમુદ્રવિજય અને શિવાદેવીને કૃષ્ણ જણાવી. સત્યભામાએ લાવણ્યસંપત્તિથી સર્વસ્ત્રીઓના ગર્વને હરનારી રાજિમતી નામે પિતાની બેન નેમિનાથને યોગ્ય છે એમ કહ્યું. લેકોએ આશ્ચર્યથી જોયેલા કૃષ્ણ તત્કાળ જાતે ઉઠીને ઉગ્રસેન રાજાને ઘેર ગયા. કૃષ્ણને જોઈ ઉગ્રસેન રાજા ઊભો થયે અને કૃષ્ણને આસન પર બેસારી તેમની પ્રશંસા કરતા તેમના આગમનનું કારણ પૂછયું. કૃષ્ણ બોલ્યા “તમારી પુત્રી રાજિમતી મારાથી અધિક ગુણવાન મારા બંધુ નેમિનાથની ઈચ્છિત વધુ થાઓ એવી મારી પ્રાર્થના છે.' ઉગ્રસેને આનંદ પામીને કહ્યું
આ ગૃહ અને આ લક્ષ્મી સર્વ તમારાં જ છે તો તેમાં પ્રાર્થના શી કરવાની છે?' પછી ત્યાંથી ઉઠીને કૃષ્ણ સમુદ્રવિજય પાસે આવી તે વાત નિવેદન કરી, અને લગ્ન દિવસ મુકરર કરવા માટે પોતાની પ્રતીતિવાળા કોટ્ટકિટ નિમિત્તિયાને માણસો મેકલીને તત્કાળ બેલા. કૃણે તેને વિવાહ કરવા ગ્ય લગ્નદિવસ પૂછે એટલે કોણુક બેલ્યો “શ્રાવણમાસની શુકલ ષષ્ટીએ વધુવરની વૃદ્ધિ થાય તેવું લગ્ન છે.” કોણુકિને ભક્તિપૂર્વક સત્કાર કરી કૃષ્ણ તે ખબર ઉગ્રસેનને કહ્યા, પછી બંને પક્ષ વિવાહની તૈયારી કરવા લાગ્યા.
યાદવની સ્ત્રીઓના મધુર અને કોમલ સ્વરથી ગવાતા ધવળમંગળના દેવનિથી દિશાઓનું મંડલ એવું વ્યાપી ગયું કે જેથી બધે નાદાદ્વૈત થઈ રહ્યું. વિવાહને દિવસ નજીક આવતાં કૃષ્ણ આખી દ્વારકાનગરીમાં દુકાને દુકાને અને દ્વારે દ્વારે તોરણે બંધાવ્યાં. જોકેએ રક્તમય માંચા શણગારી તેની વચમાં સુગંધી ધૂપની ઘટાઓ મૂકી. પછી દશ દશાર્ણ, બલરામ, કૃષ્ણ, શિવાદેવી, રોહિણી, દેવકી, રેવતી અને સત્યભામાં પ્રમુખ સ્ત્રીઓ-એમ સર્વેએ મળીને નેમિનાથને પૂર્વાભિમુખે આસન પર બેસાર્યા, અને કૃષ્ણ તથા રામે પ્રીતિથી સ્નાન કરાવ્યું. સ્માન કરાવ્યા પછી
For Private and Personal Use Only