________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાસ્ય.
fખંડ ૨ જો. વામાં સમર્થ, જગતના પ્રભુ, જગદ્રવ્યાપી, જગમાં વર, જગતના ગુરૂ, સર્વદર્શી, સર્વજ્ઞ, જિનેશ્વર અને જેઓને ગીથરે પણ નમસ્કાર કરી રહ્યા છે એવા છે તે પ્રભુની આગળ, આ જરા, આ જરાસંધ અને સુરકે અસુરે કોણ માત્ર છે ? તેમની આજ્ઞાથી હું તમારા શત્રુ જરાસંધને સૈન્યસહિત મારી નાખ્યું અથવા તેને બાંધીને ક્ષણવારમાં તમારી પાસે લાવું અને બીજું જે કહે તે તમારું સવે ઈચ્છિત હું કરું.” કૃણે કહ્યું “હે દેવિ! તમારાથી તે સર્વથઈ શકે છે, પરંતુ મેં શ્રીનેમિકુમારની આજ્ઞાથીજ તમારું સ્મરણ કર્યું છે. ત્રણ જગતને માન્ય એવા મારા બંધુ નેમિનાથના મહિમાને કોણ નથી જાણતું ? પણ તમે કહ્યું તેમ તેમની આજ્ઞાવડે તમારી પાસે કરાવવાથી અમારું કાંઈપણ પરાક્રમ જોવામાં આવશે નહીં માટે જે તમે પ્રસન્ન થયાં છે, તો પ્રસાદ કરી અને તે પ્રતિમા આપે, જેથી પોતે જ તમારી કૃપાથી રણમાં શત્રુઓને હણી નાખું.” કૃષ્ણના આવા અતિ આગ્રહથી અને ભક્તિથી પદ્માવતીએ સમરણ કરીને તે પ્રતિમા ત્યાં મંગાવી, અને કૃષ્ણને આપીને પિતે અંતહિત થઈ ગયાં. કૃષ્ણ તે પ્રતિમાના ચરણનાં સ્નાત્રજળનું બધા સૈન્ય ઉપર સિંચન કર્યું એટલે ક્ષણવારમાં સૈન્ય સ્વરથે થયું.
પછી પ્રલયકાળના સમુદ્રની જેમ દુર્ધર એવા સમુદ્રવિજયને નમી કૃષ્ણ - સુરસમાં રસિક થયા. રુકિમણીપતિ કૃષ્ણ હર્ષથી પાંચજન્ય શંખને એ હું કે જેને શબ્દ સાંભળી શત્રુઓમાં નિર્ધાત થઈ ગે. પછી શ્રી નેમિનાથે લાખ રાજાઓને જીતી લીધા. પરંતુ પ્રતિવાસુદેવને વધ વાસુદેવથી જ થાય છે એ નિયમ પાળવાને માટે માત્ર જરાસંધને છેડી દીધે. બધું સૈન્ય જ્યારે રણમાં સજજ થયું, ત્યારે નેમિનાથ પ્રભુ પતે રણમાંથી મુક્ત થઈ માત્ર સૈન્યની રક્ષાને માટેજ રહ્યા. બલભદ્ર પણ પિતાની વ્યથા દૂર થયા પછી હલ અને મુશલથી ઘણા શગુઓને ચૂર્ણ કરી નાખ્યા. પછી રોષથી અંધ થયેલા જરાસંધે બાણેની ધારાથી શત્રુઓમાં દુર્દિન કરતા કૃષ્ણનીતરફ પિતાને રથ ચલાવ્યું. અગ્નિની જેમ શત્રુરૂપી કાણોમાં દુસહ અને તેજના એક સ્થાનરૂપ કૃષ્ણ પણ રથમાં બેસીને તેની સામે દેયા. તે બંનેના ગમન કરતા રથનાં ચક્રથી પલાયેલી પૃથ્વી કણેકણ ચૂર્ણ થઈ ગઈ. તે રણધુર્ય વીરોના ગમનાગમનથી બધા વિશ્વમાં ભ થઈ ગયે. દેવતાઓએ પણ ભયથી જોયેલા બંને વીરે પરસ્પર લેહાન્સે લેહાસ્ત્રને અને દિવ્યા દિવ્યાસ્ત્રને છેદ કરવા લાગ્યા. જ્યારે જરાસંધનાં સર્વ અસ્ત્રો ક્ષીણ થઈ ગયાં, ત્યારે તેણે રેષથી ચક્રનું મરણ કર્યું. તત્કાળ અગ્નિના કણોથી વ્યાપ્ત એવું તે ચક તેના હાથમાં આવ્યું, એટલે જરાસંધે કૃષ્ણ પ્રત્યે કહ્યું “રે ગોવાળ! ગર્વ છેડી દે, અને
For Private and Personal Use Only