________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૩
સર્ગ ૧૨ મો. ] પાંડવોનું તેરમું વર્ષ, દ્રોપદી પર કીચકનો મોહ. મનમાં વિચાર કર.” આવી રીતે કહેતી દ્રૌપદીને તે મલિન ચરિત્રવાળા કીચકે કેશમાંથી પકડી અને આપકાર કરતી બાળાની ઉપર તેણે ચરણના પ્રહાર કર્યા. કસાઈના ઘરમાંથી મેંઢી છૂટે તેમ તેની પાસેથી બહુ મુશ્કેલીથી છૂટીને ધુડથી લીંપાયેલા શરીરવાળી પાંચાલી તત્કાળ મસ્યરાજાની સભામાં આવી. ત્યાં ધર્મરાજાને જોઈને છુટા કેશવાળી એ કૃશદરી ગુપ્ત પતિના નામાક્ષરે યુક્ત આ પ્રમાણે વિલાપ કરવા લાગી “હે રાજા ! જેઓ યુદ્ધમાં થિર, (યુધિષ્ટિર) જેઓ ભીમભયંકર (ભીમસેન), જેઓ જ્યના ચિન્હવાળા (અર્જુન) અને જેઓ ભુજધારી (નકુલ અને સહદેવ) છે, તેઓ છતાં પણ કીચકે મારી કદર્થના કરી.” આ વિલાપ કરતી દ્રૌપદીને કંકમુનિ થયેલા ધર્મરાજે કૂટ અને રેષના અક્ષરેથી કહ્યું “હે સ્ત્રી ! જે તારા પતિ કોઈ ઠેકાણે ગુપ્ત હશે અથવા તેમાં કોઈ ભીમ ( ભયંકર ) હશે તે તે તારું રક્ષણ કરશે; હે દુરોદરા ! અહિં વિન્ન કર નહિ; રાજમહેલમાં જા”. તે સાંભળી દ્રૌપદી ચાલી ગઈ. રાત્રિએ દ્રૌપદીએ સર્વ વૃત્તાંત ભીમને કહ્યો. એટલે ભીમે મધુ વચને તેને આશ્વાસન આપીને કહ્યું “દુર્યોધનને અપરાધ જે અમે સહન કર્યો છે તે ધર્મપુત્રની સત્યતાને માટે, પણ આ કીચકનો અપરાધ અમારે સહન કરે યુક્ત નથી, માટે તમે તેને સ્નેહના કૂટવચનથી રંગમંડપમાં બેલા, પછી આજ રાત્રે ત્યાં જ તમારા દ્વેષીને હું હણી નાખીશ'. આવી રીતે કહી ભીમસેને તેને આશ્વાસન આપ્યું. પછી દ્રૌપદીને ત્યાંથી જતા માર્ગમાં કીચક મળે. એટલે તેણે કૂટરનેહનાં વચને કહીને રાત્રે રંગમંડપમાં આવવાનું કહ્યું. એ અક્ષર સાંભળી હર્ષ પામેલે તે મૂર્ખ રાત્રિના પહેલા જ પ્રહરમાં “હે પ્રિયા! તું ક્યાં છે? તું કયાં છે?” એમ પિકાર કરતો મંડપમાં આવ્યું. ત્યાં ભીમ દ્રૌપદીને વેષ ધરીને બેઠો હતો, તેને કીચકે સ્પર્શ કર્યો, એટલે તત્કાળ કોઈ ન જાણે તેમ ભીમે તેને મારી નાખ્યો, અને પાછો વેગથી રસડામાં જતો રહ્યો. પ્રાતઃકાલે કોઈ ન જાણે તેવી રીતે મૃત્યુ પામેલા કીચકને જોઈ તેના ભાઈઓ તેને શિબિકામાં બેસારીને અગ્નિસંસ્કાર કરવા ચાલ્યા. ત્યાં આગળ સૈરબીને જોઈને આ સ્ત્રીને કારણે જ આપણા બંધુને વધ થયે, તેમ છેલતા તેઓ દ્રૌપદીને કેશવડે પકડી ખેંચીને લઈ ચાલ્યા અને તેને ચિતાગ્નિમાં નાખવા તૈયાર થયા. રૂદન કરતી અને મનમાં પતિનું સ્મરણ કરતી રૈપદીને તેઓ પિતાની મૂર્તિમાન લક્ષ્મીની જેમ પકડીને ચિતાની પાસે લાવ્યા. તે સમયે બકર્દયને પી બળવાન ભીમસેન અકસ્માત ત્યાં આવી વૃક્ષોને ઉખેડી તેના વડે કીચને કુટી કુદીને આક્ષેપપૂર્વક અગ્નિમાં નાખવા લાગે. સર્વ કીચકની
For Private and Personal Use Only