________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જો.
સામેા લીધે નહિ, દર્ભના અંકુરાથી અને કાંટાથી ફ્લેશકારી એવા ભૂમિતલ ઉપર પણ સરલપણે ચાલતા તે સુખદુ:ખને ગણતા નહિ. માર્ગે ફ્લેશ પામતી કુંતી ચાલી શકી નહીં એટલે તેણે ભીમને કહ્યું ‘હજી આપણે કેટલેક દૂર જવાનું છે! હું હવે એક ડગલું પણ ભરી શકતી નથી, વધૂ દ્રૌપદી પણ ચાલવા સમર્થ નથી, અને આ નકુલ સર્હદેવ પણ માત્ર લજ્જાથીજ ચાલેછે.' તે સાંભળી માતાને અને સ્રીને બે ખભા ઉપર રાખી, એ બંધુઓને પૃષ્ઠ ભાગ ઉપર બાંધી લીધા અને બે બંધુઓને હાયપર બેસારી અતુલ પરાક્રમવાળા ભીમસેન વેગથી ચાલવા લાગ્યા. એ પ્રમાણે રાત્રિનું ઉલ્લંધન કરી પ્રાતઃકાલે કાઈ વનમાં આવી પહોંચ્યા. ત્યાં સર્વે શ્રાંત થઈને સુઈ ગયા એટલે જલાં ભીમસેન ભમતા ભ્રમતા એક મેટા સરોવરપાસે આવ્યા. ક્ષણવાર તેમાં તરી પાણી ભરીને પાછા વળી ગ્રીવા વાળીને જોયું તે ત્યાં એક સ્ત્રી તેના જોવામાં આવી. પ્રથમ તે। ક્રૂર શરીરવાળી તે ‘અરે ! ઊભેા રહે ઊભા રહે' એમ બેાલતી આવી, પણ ભીમને જોઇને તે મેહ પામી ગઈ; તેથી ભીમની પાસે આવી લીલાવડે નેત્રના કટાક્ષ મારતી તે આનંદથી સ્ખલિત વચને અને મૃદુ સ્વરે ખેલી કામદેવના ગર્વને હરનાર એવા હે વીર પુરૂષ ! તમે સાંભળે. આ પર્વત ઉપર હિડંખ નામે મારા સહેાદર બંધુ રહેછે. હિડંખા નામે હું તેની બેન છું. મારા ભાઈ હિડંખને તમારી ગંધ આવવાથી ભક્ષણ કરવામાટે તમને પકડી લાવવાસારૂ મને મેાકલી છે. પણ તમને જોતાંજ મને રતિસુખની ઇચ્છા ઉત્પન્ન થઈ છે, માટે હૈ દયાલુનાથ ! મારી ઉપર પ્રસન્ન થઇને કામદેવરૂપ સમુદ્રમાં ડૂબતી એવી જે હું તેનું પાણિગ્રહણ કરીને તેમાંથી ઉદ્ધૃાર કરો. હું મારી શક્તિથી તમને વનવાસમાં મોટા ઉપકાર કરીશ, માટે હૈ હૃદયેશ્વર ! મારી સાથે વિવાહ કરો.'' આ પ્રમાણે કહેલી તે હિડંબાને ભીમસેને કહ્યું એવું બેાલ નહીં; વનવાસમાં રહેતા એવા અમેને તેવું કામ કરવું ચેાગ્ય નથી.’ આવી રીતે ભીમ અને ડિંબા વાત કરતાં હતાં, તેવામાં ભયંકર અને વિ કરાળ દૃષ્ટિવાળા હિડંખાસુર ત્યાં આવ્યા. પ્રથમ તે તેણે હસ્તપ્રહારથી પેાતાની બેનને મારવા માંડી તેથી ભીમસેને ક્રોધ કરીને કહ્યું અરે અધમ રાક્ષસ ! હું જે તારી સાથે રણ કરવાને ઉધત થયેલા છું, તેને યાવગર આ ખાલાને મારી નજર આગલ કેમ મારેછે ?' આ પ્રમાણે કહેતાંજ તે પીળા નેત્રવાળા ભયંકર રાક્ષસ ઊંચે પ્રકારે વૃક્ષને ઉમેળી ફુંફાડા મારતા ક્રોધથી ભીમની સામે દાડ્યો. ભીમસેન પણ વૃક્ષને ઉમેળી જાણે છત્રવાળે! હાય તેમ ભયંકર દેખાવ કરી સિહનાદ કરતા તત્કાળ યુદ્ધને માટે દાડયો. તેઓના પરરપર સંધષ્ટથી અને ચરણના
For Private and Personal Use Only