________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૧ મો.] લાક્ષાગૃહમાંથી પાંડવોનું સહિસલામત નીકળી જવું. ૩૫ વિજ્ઞપ્તિ કરે છે કે હે ધર્મકુમાર! મેં અજ્ઞાનને વશ થઈને જે તમારી અવજ્ઞા કરી તે તમે ગુણે અને વયે કરીને જેક હેવાથી સહન કરે, અને હે માનદાતા ! તે કારણથી પશ્ચાત્તાપ કરનારા એવા મારી ઉપર કૃપા કરીને ઇંદ્રપ્રસ્થ નગરનું સ્વા. મીપણું ગ્રહણ કરે.” એવી રીતે અંદરથી દારૂણ પણ બહારથી કમળ એવી તેની વાણી સાંભળી સરલ મનવાળા ધર્મરાજા તેને વિશ્વાસ રાખીને વારણાવતી(ઈંદ્રપ્રરથ) માં ગયા. તે ખબર વિદુરને પડતાં તેણે ગૂઢ લેખ લખીને ધર્મરાજાને જણાવ્યું કે કદિપણ શત્રુઓને વિશ્વાસ કરશે નહિ. તેમણે તમારા નિવાસને માટે નવીન લાક્ષાગૃહ બનાવ્યું છે, જેમાં તમને રાખીને ગુપ્ત રીતે તમને તેડવા આવેલે બ્રાહ્મણ અગ્નિથી બાળી નાખશે. ફાલ્ગન માસની કૃષ્ણચતુર્દશીએ મધ્યરાત્રે દુર્યોધનની પ્રેરણાથી તે પુરોહિત તમારું અનિષ્ટ કરવાનું છે. તે સાંભળી નિઃસીમ ઉજજવળ પરાક્રમવાળે ભીમસેન જોધ કરીને યુધિષ્ઠિર પ્રત્યે બોલ્યા “તમે શત્રુઓને ક્ષમા કરો છો તેજ કષ્ટકારી છે. જે તમે આજ્ઞા આપો તો જળમાં કાદવની જેવા કુળમાં કલંકભૂત એ દુર્યોધન શત્રુને રણમાં હું એકલેજ ગદાથી મારી નાખું.” આવી રીતના ભીમના ઉગ્ર કેપને ધર્મપુત્ર નીતિવાક્યરૂપ અમૃતથી સત્વર - માવી દીધું. પછી વિદુરે કળાથી ખોદનારા પુરૂષોની પાસે એક સુરંગ કરાવી અને તે વાત કરવાના પુરોહિતને છેતરવા માટે ધર્મપુત્રને જણાવી. પુરોચન પુરોહિત લાક્ષાગૃહમાં પાંડવોને સન્માન સાથે વસાવીને તેમની ભક્તિમાં પરાયણ થઈને રહેવા લાગે.
તેવામાં સંકેતને દિવસે કોઈ વૃદ્ધસ્ત્રી પાંચ પુત્રો અને એક વધુની સાથે ત્યાં આવી. તેને કુંતીએ દયા લાવીને તે નિવાસમાં રાખી. અધરાત્રે શત્રએ ગુપ્તરીતે તેમાં અગ્નિ મૂળે એટલે લાક્ષાગૃહ બળવા લાગ્યું. સર્વ સુરંગને માર્ગે ચાલ્યા ગયા. ભીમે સૌની પછવાડે રહી પુરે હિતને પકડી અગ્નિમાં ફેંકી દઈ, વેગથી બંધુઓને આવી મળીને નમસ્કાર કર્યો. પ્રાતઃકાલે તે ગૃહમાં સાત જણાઓને દગ્ધ થઈ ગયેલા જોઈ સર્વ લેકે અંતરમાં શેક કરવા લાગ્યા અને દુર્યોધનની ઉપર ક્રોધ કરવા લાગ્યા. શેકથી અત્યંત આકુળ વ્યાકુલ થયેલા લેકેએ પિતાનું વૈર હેય તેમ પગના આઘાતવડે પુરોહિતના મતકને ચૂર્ણ કરી નાખ્યું. દુર્યોધનના જાણવામાં આવ્યું કે પાંડે અને પુરહિત લાક્ષાગૃહમાં બળી ગયા છે તેથી બહારથી શોક રાખીને તેણે તેમને જળથી દાધાંજલિ આપી.
વૈરીઓની શંકાથી પાંડુકુમાર શીવ્રતાથી અથડાતા અને પડતા રાત્રિ દિવસ ચાલવા લાગ્યા. ભયને લીધે તેઓએ વૃક્ષ, ચય, ગિરિ, નદીતટકે સરોવરમાં કઈ ઠેકાણે પણ વિ
For Private and Personal Use Only