SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૧ મો. ] ચારણમુનિકથિત દ્રૌપદીનો પૂર્વભવ, અર્જુનનું પરદેશ ગમન. ૩૮૭ "" પૂર્ણ થઈ નથી એવી સુકુમાલિકાએ એવું નિયાણું કર્યું કે ‘ આ તપસ્યાથી આ ગણિકાની જેમ હું પણ પાંચ પતિવાળી થઉં. ' પછી આઠ માસની સંલેખના કરી તે નિયાણાની આલાચના કર્યા વગર મૃત્યુ પામીને તે નવપક્ષ્ચાપમના આયુષ્યવાળી સૌધર્મ દેવલાકમાં દેવી થઈ. ત્યાંથી ચ્યવીને તે સુકુમાલિકા આ દ્રૌપદી થયેલ છે, અને પૂર્વના નિયાણાથી તેને આ ભવમાં પાંચ પતિ થયેલા છે; તે તેમાં શે વિસ્મય પામે છે ? ” મુનિએ એમ કહ્યું, એટલે આકાશમાં ‘ સાધુ સાધુ' ( આ સારૂં થયું છે, સારૂં થયું છે ) એવી વાણી થઈ; એટલે કૃષ્ણાદિક પણ ‘ આ પાંચ પતિ થયા તે યુક્ત છે' એમ કહેવા લાગ્યા. પછી સ્વયંવરમાં આવેલા રાજાએ અને સ્વજનાએ કરેલા મહાત્સવથી પાંડવા દ્રૌપદીને પરણ્યા. દ્રુપદ રાજા પાંડુરાજાને, સર્વે દશાર્ણોને, કૃષ્ણને અને ખીજા રાજાઓને જાણે વિવાહને માટેજ બાલાવ્યા હાય તેમ ગૌરવથી પેાતાના નગરમાં લાગ્યે, અને પુત્રોસહિત પાંડુરાજાની વિશેષપ્રકારે ભક્તિ કરી. પછી પાંડુરાજા પુત્રોને લઈ મહેાત્સવસાથે હસ્તિનાપુરમાં આવ્યા. એક વખતે યુધિષ્ઠિર દ્રૌપદ્મીના આવાસમાં બેઠા હતા, તેવામાં સ્વેચ્છાએ કુરનારા નારદ ત્યાં આવી ચડ્યા. યુધિષ્ઠિરે તેમની ચાગ્ય પૂજા કરી એટલે તેની ભક્તિથી પ્રસન્ન થઈ બીજા પાંડવાને ખેલાવી નારદે એવી મર્યાદા બાંધી આપી કે તમારે વારા પ્રમાણે દ્રૌપદીનું સેવન કરવું. તેમાં એક પુરૂષ ધરમાં છતાં જો બીજો આવશે તે તે બાર વર્ષ સુધી તીર્થવાસી થશે; અર્થાત્ તેણે બાર વર્ષપર્યંત પરદેશ જવું પડશે. એક વખતે યુધિષ્ઠિર દ્રૌપદીના આવાસમાં હતા, તે સમયે અર્જુન અણે ત્યાં આવી ચડ્યો; તેથી સય પ્રતિજ્ઞાવાળા તેણે તરતજ ત્યાંથી પાછા પૂરીને આગ્રહથી પરદેશગમન કર્યું. અનેક તીર્થોમાં જિનેશ્વરને હર્ષથી નમતે નમતા તે અનુક્રમે વૈતાઢયગિરિપર આવ્યા, ત્યાં તેણે આદીશ્વર પ્રભુને વંદના કરી. ત્યાં કાઈ વિદ્યાધર વિધુરપણે ફરતા તેના જોવામાં આવ્યા; તેથી અર્જુને પૂછ્યું ‘તમે રોાકસહિત કેમ છે ! ’ ત્યારે તે ભેટ્યા ‘વૈતાઢયગિરિની ઉત્તરશ્રેણીમાં રહેનારા મણિચૂડ નામે હું વિદ્યાધર છું, મારા સ્વામી હેમાંગદે આવીને બળાત્કારે મને રાજ્યથી દૂર કર્યો છે. ' તે સાંભળી ધનુર્ધારી અર્જુને તેનાં રચેલાં વિમાનમાં બેસી, ત્યાં જઇ બળવડે હેમાંગદને જીતીને પુનઃ તેને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. હેમાંગઢ અને મણિચૂડ વિગેરે વિદ્યાધરાએ હર્ષથી સેવેલા અર્જુન કેટલાક કાળ ત્યાં રહીને પછી આગળ ચાલ્યા. તેણે કલ્પેલા વિમાનમાં બેસી અષ્ટાપદાઢિ તીર્થોમાં તીર્થંકરાને નમતા અર્જુન ગિરનાર ઉપર આવ્યા. ' For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy