________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬ શત્રુંજય માહાઓ.
[ ખંડ ૨ જે. ચડાવી નીચી દૃષ્ટિ રાખી બાણને ખેંચ્યું અને સર્વને ભય ઉપજાવીને ધનુષ્યની સાથે જોયું. કર્ણને બધિર કરે તેવા તે ધનુષ્યના નિષ્કર - દથી કાયર પુરૂષે તે પૃથ્વી પર સુઈ ગયા અને ભીરૂ પુરૂષ ત્રાસ પામી ગયા. પછી તપાવેલા ઘીના કડાહમાં દૃષ્ટિ રાખી ચક્રના આરામાં અને બાણ છોડ્યું, જેથી તત્કાળ વિસ્મયસાથે રાધાને વેધ થયું. તે વખતે દેવતાઓએ જય જય ધ્વનિ અને દુંદુભિના નાદથી મિશ્રિત પુષ્પની વૃષ્ટિ કરી. તત્કાળ કામદેવથી આ કુળ થયેલી દ્રૌપદીએ અનુરાગ સહિત આવી વેગથી અર્જુનના કંઠમાં વરમાળા આરે પણ કરી. તે વખતે જેમ પાંચે ઈંદ્રિમાં મન જુદું જુદું સંક્રમે તેમ એ વરમાળા પાંચરૂપે થઈને પાંચે પાંડવોના કંઠમાં જુદી જુદી પડી. જેમાં પાંચ વિજ એક ચેતનાને અનુસરીને રહે તેમ પાંચ પાંડે એક પ્રિયાને અનુસરીને રહ્યા, તે કોને વિચારવાયેગ્ય ન થાય? ભીષ્મ તે જોઇને લજજા પામ્યા, દ્રુપદરાજાએ મસ્તક નીચું કર્યું અને સર્વ વિસ્મયથી જોઈ રહ્યા; તેવામાં કોઈ ચારણ મુનિ ત્યાં આવી ચડ્યા; એટલે “આ પાંચાળીને પાંચ પતિ કેમ થયા છે એમ કૃષ્ણપ્રમુખ રાજાઓએ ચારણ મુનિને પૂછ્યું, એટલે તેઓ બોલ્યા. “પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા કર્મથી આ દ્રૌપદીને પાંચ પતિ થયા છે, તેમાં શું આશ્ચર્ય છે ? કર્મની ગતિ વિષમ છે.” પછી મુનિ વિસ્તારથી તેને પૂર્વભવ કહેવા લાગ્યા –
આ ચંપાનગરીમાંજ સાગરદત્ત નામના શેઠની સુભદ્રા નામની સખીના ઉદરથી સુકુમાલિકા નામે એક પુત્રી થઈ હતી. યૌવનવયમાં આવતાં જિનદત્ત શેઠને પુત્ર સાગરદત્ત તેને પરણ્ય રાત્રિએ તેની સાથે શય્યામાં સુવા ગયે, તે વખતે પૂર્વકર્મના વેગથી તેના સ્પર્શવડે સાગરદત્ત અંગારાની જેમ બળતો બળ ક્ષણવાર માંડ માંડ રહ્યો. પછી જ્યારે તે ઉંઘી ગઈ ત્યારે તેને સુતી મૂકીને સાગર નાસીને પિતાને ઘેર ચાલ્યા ગયે. જાગ્રત થતાં પતિને તેણે જ નહીં એટલે તે અત્યંત રૂદન કરવા લાગી. તેને ત્યાગ કરવાનો હેતુ દુર્ગધ વિગેરે જાણ સાગરે પોતાની પુત્રીને દાનાદિ દેવામાં જોડી દઈને ઘેર રાખી. એક વખતે સકમાલિકાએ વૈરાગ્યથી પાલિકા આર્યાની પાસે ચારિત્ર અંગીકાર કર્યું, અને ચોથ, છ8, અષ્ટમ વિગેરે તપસ્યા કરવા માંડી. એક સમયે તે સુકુમાલિક સાધ્વી ગ્રીમ ગતુમાં ઉદ્યાનમાં જઈ સૂર્યની સામે દૃષ્ટિ રાખીને આતાપના સહન કરવાને આરંભ કરતી હતી, ત્યાં દેવદત્તા નામે એક રૂપગર્વિતા ગણિકા પાંચ પુરૂષોની સાથે વિષયાનુભવ કરતી તેના જવામાં આવી. તેને જોતાં સંભોગની ઇચ્છા જેની સં
For Private and Personal Use Only