________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૦ મો. ]
પાંડુ રાજાનો કુંતી સાથે ગાંધર્વ વિવાહ.
૩૬૩
તમે ધારેલ સ્થાનકે જઈ શકશેા, અને જ્યારે મારૂં સ્મરણ કરશેા, ત્યારે હું આવીને નિઃસંશય ઉત્તર આપીશ.” આપ્રમાણે કહી રાજાનું સન્માન કરી તે વિદ્યાધર કાઈ સ્થળે ચાલ્યા ગયા. રાજા પાંડુએ તે સુંદરીનું અને વિદ્યાધરનું ધ્યાન ધરતાં પાછા આવી પેાતાનું નગર અલંકૃત કર્યું.
અહિ પેલા ચિત્રકલકવાળા પુરૂષ અંધકવૃષ્ણિ રાજાની પાસે ગયે, અને તેણે પાંડુરાજાનાં રૂપ, ઐશ્વર્યું અને વિજ્ઞાનનું વર્ણન કરી બતાવ્યું. તે સાંભળી પતાના ઉત્સંગમાં બેઠેલી કુંતીએ ‘ આ ભવમાં મારા પિત પાંડુરાજા થાએ' એવા અભિગ્રહ કર્યો. રાજાને પેાતાના તે આગ્રહ કહેવાને અસમર્થ, ડાહી અને ક્ષમાવાન્ કુંતી કામાગ્નિવડે મરૂસ્થળમાં કમલિનીની જેમ ગ્લાનિ પામી ગઈ. પેાતાને તે પતિની પ્રાપ્તિ દુર્લભ જાણીને એક વખતે કુંતી ઉધાનમાં જઈ ગળામાં પાશ નાખતી દુ:ખી થઇને કહેવા લાગી “ હે કુળદેવી માતા ! હું અંજલિ જોડીને પ્રાર્થના કછું કે મને મારા ધારેલા પતિ મળવા દુર્લભ છે તેથી હું અશરણુ થઇને આજે મૃત્યુ પામુંછું. આ ભવમાં હું પાંડુરાજાનેજ વરી છું, બીજાને વરવાની નથી; પરંતુ આજે તેને માટે હું મરુંછું, તેથી તેમને મારી કથા કહેજો, અને હવે તમારા પ્રસાદથી ખીન્ન ભવમાં પણ તેજ મારા પતિ થજો' આપ્રમાણે કહી તેણે કંઠમાં પાશ નાખ્યા. ભ્રમથી પીડિત એવી કુંતી ભ્રમમાં પણ પાંડુનુંજ ધ્યાન કરતી હતી, તેવામાં મુદ્રાના પ્રભાવથી પાંડુરાજા ત્યાંજ આવ્યા. પેલા ચિત્રલકનાં દર્શનથી પાંડુરાજાએ તેને ઓળખી એટલે તેના કંઠમાં નાખેલા પાશ છેી નાખ્યા અને બે હાથવડે મજબૂત પાશ દીધા. પતિને આવેલા જાણી કુંતી અધ્રુવડે અર્ધ્ય આપી રસ્તંભ, કંપ, અને રામાંચ પ્રમુખ શૃંગારભાવ બતાવવા લાગી. તત્કાળ સખી વિવાહના ઉપકરણા લાવી, એટલે ગાંધર્વ વિવાહવડે પાંડુરાજા તે પરણવાની ઇચ્છાવાળી કુંતીસતીને પરણ્યા. ઋતુસ્રતા કુંતીએ તેજ વખતના સંભાગથી ગર્ભ ધારણ કર્યો, અને એ ચતુરાએ પાંડુરાજાને તે વાર્તાપણ જણાવી. રાજા કૃતાર્થ થઈ મુદ્રાના યાગથી પોતાના નગરમાં આવ્યા અને કુંતી ગર્ભને ધારણ કરી વેગથી પેાતાના ધરમાં આવી. ધાત્રીએ અને સખીએએ ગુપ્ત રાખેલી કુંતીએ સમય આવતાં પૃથ્વી જેમ રલને જન્મ આપે તેમ ગુપ્તરીતે એક પુત્રને જન્મ આપ્યો. લજ્જાવડે અર્ધરાત્રે એક કાંસાની પેટીમાં તે બાળકને મૂકીને સખીઓનીપાસે તે પેટી ગંગાના પ્રવાહમાં વહેતી મૂકાવી. પ્રવાહમાં વહેતી તે પેટી હસ્તિનાપુરમાં આવી. ત્યાં સૂત નામના કાઈ સારથિએ તેને લઈને ઉધાડી, એટલે વાદળામાંથી મુક્ત થયેલું સૂર્યાબંખ હૈાય તેવાં તેજસ્વી બાળકને તેમાં જોઈ ૧ મારવાડમાં. ૨ આલિંગન કર્યું.
For Private and Personal Use Only