________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪ શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૨ જો. તુની સ્પૃહા કરનારી હું મંદબુદ્ધિવાળી આપને શું કહું? આજે જંગમ કલ્પવૃક્ષની જેવા મહાસુંદર અહીંના રાજા માર્ગમાં જતા મારા જેવામાં આવ્યા, તેઓ મારા પતિ નથી પણ મારી તેમના ઉપર પ્રીતિ થઈ છે, પરંતુ સર્વ પ્રકારના દેવતવાળા અને ઉત્તમ કુળવાનું એ રાજા ક્યાં અને હીનજાતિવાળી હું ક્યાં! અરે! દૈવરિથતિ વિષમ છે. ઈષ્ટ પદાર્થની પ્રાપ્તિ દુર્લભ હોવાથી નિર્દય કામદેવની પીડાથી પીડાતી, કુજાતિમાં ઉત્પન્ન થયેલી અને મંદ ભાગ્યવાળી મને હવે મરણનું જ શરણ છે.” આ પ્રમાણે કહેતી વનમાળા પ્રત્યે આત્રેયી બોલી “વત્સ! ખેદ કર નહિ, મંત્રમંત્રાદિકવડે હું તારે મને રથ પૂર્ણ કરીશ.” એવી રીતે વનમાળાને ધીરજ આપી આત્રેયી હર્ષ પામતી મંત્રીને ઘેર આવી અને કાર્યસિદ્ધિની બધી વાર્તા કહી સંભળાવી. મંત્રી અર્ધી રાત્રે એ બાળાને ગુપ્ત રીતે આત્રેયીની મારફત રાજાના થાનમાં લાવ્યું અને પ્રીતિથી રાજાને અર્પણ કરી. જેમ ચન્દ્ર અને ચદ્રિકા, દેહ અને છાયા, સમુદ્ર અને સરિતા, તેમ તે બન્ને અતિપ્રેમથી સર્વદા જોડાઈ રહ્યાં. સુમુખરાજા તે મનોહરાની સાથે ઉદ્યાનમાં, વાપિકાઓમાં, મહેલેમાં, સરિતાનાં તીરમાં અને ગિરિના શિખર ઉપર યથેચ્છપણે રમવા લાગે.
અહિં વનમાળાને પતિ વિરકુવિન્દ જાણે ભૂતે પ્રવેશ કર્યો હોય, ઉન્મત્ત હાય અને સર્વસ્વ હરી લીધેલ હોય તે થઈ ગયે. એ વિયેગીને તૃષા, સુધા, નિદ્રા, છાયા, આતપ, મહેલ કે લેકમાં કઈ ઠેકાણે પણ પ્રીતિ રહી નહિ. મલીન
શરીરપર જીવસ્ત્ર ધરતે, હાથમાં કપર રાખતો અને દેવનિર્માલ્યને ધારણ કરતો વિરકુવિન્દ ઘેર ઘેર ફરવા લાગે. કેશ છૂટા મૂકી, સર્વ અંગને કંપાવતો એ વરકવિન્દ પામરકોથી વીંટાઈ ચૌટામાં અને શેરીએ શેરીએ ભટકવા લાગ્યું. “હે પ્રિયા વનમાળા ! હે કૃશદરિ! હે સુચના! મને મૂકીને તું કયાં ગઈ છે ? પ્રત્યુ ત્તર આપ.” નગરના બાળકોએ વિરવિન્દનું અનુકરણ કરી તે પ્રમાણે બોલી મેટ કેલાહલ કર્યો કર્ણને અપ્રિય તે લાહલ ઘરમાં રહેલા રાજાના સાંભળવામાં આવ્યું. “આ છે?' તે જાણવાની ઈચ્છાએ કૌતુકથી લચનને પ્રફુલ્લિત કરતો રાજા વનમાળાની સાથે ગૃહના આંગણામાં આવે. તેવામાં વિકૃતિ ભરેલા આકારવાળા અને સર્વ અંગમાં ધૂલિવડે ધૂસર એવા વીરવિન્દને અચેતન જે જોઈ રાજારાણી વિચારમાં પડ્યા. છેવટે તેને ઓળખવાથી તેઓ બેલ્યાં “અહો! નિર્દય શિકારીઓની પેઠે આપણે દુશીલ થઈને આ મહા નિર્દય કામ કર્યું છે અને આ વિશ્વાસી ગરીબ પુરૂષને છેતર્યો છે. અરે! અવિવેકી અધમ પુરૂષની
૧ રામપાતર કે કેટલું ઠીકરું.
For Private and Personal Use Only